Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

તાકીદ:તૂટેલાં ડિવાઇડર, રોંગ સાઇડ વાહન.. હાઇવેના 11 બ્લેક સ્પોટ્સની ખામી દૂર કરવા અલ્ટિમેટમ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 1 views
તાકીદ:તૂટેલાં ડિવાઇડર, રોંગ સાઇડ વાહન.. હાઇવેના 11 બ્લેક સ્પોટ્સની ખામી દૂર કરવા અલ્ટિમેટમ
નેશનલ હાઇવે 48 અને વડોદરા-હાલોલ ટોલ રોડ પર અકસ્માતોનું કેન્દ્ર બનેલા અતિ સંવેદનશીલ 11 બ્લેક સ્પોટ પર સલામતી વધારવા ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી દ્વારા સંયુક્ત નિરીક્ષણ બાદ સૂચનો કર્યાં હતાં. કમિટીએ NH-48ના 8 અને વડોદરા-હાલોલ રોડ પરના 3 મળી 11 બ્લેક સ્પોટ પર 15 દિવસમાં અકસ્માત નિવારક પગલાં ભરવા તાકીદ કરી હતી. નિરીક્ષણ દરમિયાન મોટાભાગના ક્રોસ જંક્શન અને મિડિયન કટ પર સ્પીડ કંટ્રોલનો અભાવ, ઝાંખા પડેલા માર્કિંગ્સ, સ્ટ્રીટ લાઇટની ગેરહાજરી તથા બેફામ રોંગ સાઇડ વાહન વ્યવહાર જેવી જીવલેણ ખામી સામે આવી હતી. આ તમામ 11 પોઇન્ટ પર રમ્બલ સ્ટ્રીપ, વિઝિબલ સાઇન બોર્ડ અને સર્વિસ રોડ એક્સટેન્શન સહિતનાં કામો તાકીદે પૂરાં કરી ઓવર સ્પીડિંગ તથા રોંગ સાઈડ ડ્રાઇવિંગ સામે કડક પોલીસ એન્ફોર્સમેન્ટ લાગુ કરવા સૂચના અપાઈ છે. કલેક્ટર કચેરી ખાતે આરટીઓ, એનએચએઆઈ સહિતની માસિક મિટિંગ યોજાઈ હતી, જેમાં આ સૂચન અપાયાં હતાં. કલેક્ટર કચેરીના જણાવ્યા મુજબ, જરૂરી માર્ગદર્શન અપાયાં છે, તે અંગે આગળ કાર્યવાહી કરાઈ રહી છે. માંગલેજ ચોકડી પર બ્રિજની ભલામણ ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીના રિપોર્ટ મુજબ, માંગલેજ ચોકડી ક્રોસ જંક્શન પર ટૂંકાગાળાનાં પગલાં પૂરતાં નથી. સ્થાનિક ટ્રાફિક અને હાઇવે પરથી પૂરપાટ ઝડપે દોડતાં વાહનો વચ્ચે થતા ગંભીર અકસ્માતો કાયમી ધોરણે રોકવા લાંબાગાળાના આયોજન તરીકે અહીં નવો બ્રિજ બનાવવાની ભલામણ કરાઈ છે. 15 દિવસમાં પગલાં : કઈ ક્ષતિ મળી, શું સૂચન કરાયાં? NH-48 (વડોદરા ગ્રામ્ય હદ વિસ્તાર) 1 કરજણ ભારત કોટન ભરૂચથી વડોદરા તરફ સ્પીડ લિમિટ-એક્સિડન્ટ ઝોનનાં બોર્ડ મૂકવાં 2 કંડારી ચોકડી (બ્રિજ સેક્શન) 3 માંગલેજ ચોકડી (ક્રોસ જંક્શન) રમ્બલ સ્ટ્રીપ, ટ્રાન્સવર્સ બાર માર્કિંગ સુધારવાં. 4 બામણગામ પાસે (ક્રોસ જંક્શન) 5 પોર-ઇંટોલા ચોકડી (ક્રોસ જંક્શન) 6 વરસાડા કટ (ઓપનિંગ) 7 વરણામા ચોકડી (ટી-જંક્શન) બંને બાજુ જંક્શન એપ્રોચ પહેલાં રોડ સ્ટડ સાથે 15 એમએમના 3 સેટ ટ્રાન્સવર્સ બાર અને રમ્બલ સ્ટ્રીપ કરવાં. મેડિયન ઓપનિંગ પાસે કેટ-આઇ અને રાહદારી માટે ઝેબ્રા ક્રોસિંગ. 8 આલમગીર પાસે (મેડિયન ઓપનિંગ) વડોદરા - હાલોલ રોડ (જીઆરઆઈસીએલ) 1 આસોજ પાસે (મેડિયન ઓપનિંગ) હાઇવે પર રોંગ સાઇડ વાહનો અટકાવવા સર્વિસ રોડ સેપરેટરની લંબાઈ વધારવી. 2 જરોદ રેફરલ ચોકડી (જંક્શન) હાઇવે પર વાહનોની સ્પીડ નિયંત્રિત કરવા 20-30 એમએમની સ્ટાન્ડર્ડ રમ્બલ સ્ટ્રીપ બનાવાશે. 3 આરીફ ચોકડી સ્પીડ બ્રેકર સાથે સર્વિસ રોડ સેપરેટરની લંબાઈ વધારવી. મીડિયન ઓપનિંગ પર કેટ-આઇ, બંને બાજુ ઝેબ્રા ક્રોસિંગ અને પૂરતી લાઇટિંગ વ્યવસ્થા ગોઠવવી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan