crime
11 રાજ્યોના 126 ધાર્મિક સ્થળોની બોગસ વેબસાઈટ બનાવી છેતરપિંડી:દેશભરમાંથી 21,985 લોકોને ખંખેરનારી ત્રિપુટી ઝડપાઈ, ફોટો માટે AIનો ઉપયોગ કરતા
ગુજરાતના 41 સહિત દેશના 11 રાજ્યોના વિવિધ ધાર્મિક પ્રવાસન સ્થળોની હોટલ, ધર્મશાળા, આશ્રમની 126 બોગસ વેબસાઈટ બનાવી લોકોને ખંખેરતી ટોળકી ઝડપાઈ છે.ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં આરોપીઓએ અત્યાર સુધીમાં દેશભરના 21,985 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. આરોપીઓ AIની મદદથી વિવિધ પ્રવાસન સ્થળના ફોટોનો ઉપયોગ કરીને બોગસ વેબસાઈટ બનાવતા અને પ્રવાસીઓ પાસેથી એડવાન્સ બુકિંગના નામે ડીપોઝીટ મેળવી છેતરપિંડી કરતા. ગુજરાત સહિત 11 રાજ્યોની 126 બોગસ વેબસાઈટ બનાવી'તી આ સ્કેમના માસ્ટરમાઈન્ડ વિકી ગુપ્તા છે, જે બીટેકની ડિગ્રી ધરાવતો હોય ટેક્નિકલ નોલેજનો ઉપયોગ કરી ગુજરાતના 41 સહિત અલગ અલગ 11 રાજ્યોના પ્રખ્યાત ધાર્મિક પ્રવાસન સ્થળોની બોગસ વેબસાઈટો તૈયાર કરી હતી. આરોપીઓની મોડસ ઓપરેન્ડી આરોપીઓ દેશના વિવિધ ધાર્મિક સ્થળો પર આવેલી હોટલ, ધર્મશાળા, આશ્રમની વેબસાઈટ જેવી જ AI ફોટોની મદદથી વેબસાઈટ તૈયાર કરતા. પ્રવાસી જ્યારે રૂમ બુકીંગ માટે સંપર્ક કરે ત્યારે એડવાન્સ બુકીંગ માટે પૈસા મેળવી લેતા. પ્રવાસી જ્યારે હોટલ કે ધર્મશાળા પર પહોંચે ત્યારે તેઓને છેતરાયાનું માલૂમ પડતું. દેશભરના 21,985 લોકો ભોગ બન્યા, 70 ફરિયાદ નોંધાઈ આરોપીઓની પૂછપરછમાં અને તપાસમાં દેશભરના 21,985 લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. બોગસ વેબસાઈટથી છેતરપિંડીની કૂલ 70 ફરિયાદો નોંધાઈ છે. ઠગ ટોળકી છેલ્લા 8 મહિનાથી આ રીતે લોકોને ખંખેરતા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ 126થી વધુ બોગસ વેબસાઈટ કોણે ખરીદી હતી, તેનો ઉપયોગ અન્ય કોણ કરતું હતું અને આ નેટવર્કમાં હજુ કેટલા લોકો સંકળાયેલા છે. આ માટે પોલીસની ટીમો ગુજરાત બહાર પણ તપાસ કરી રહી છે.
Read full article on Divya Bhaskar