crime
સાયબર ફ્રોડના 11.52 કરોડના વ્યવહારો કરનાર આડોડીયાવાસનો યુવક ઝડપાયો:મ્યુલ એકાઉન્ટથી પૈસા સગેવગે કરવાનો ખુલાસો, ચાર રાજ્યોની અરજીઓ પરથી થયો પર્દાફાશ
દેશના વિવિધ રાજ્યોમાં આચરવામાં આવેલા સાયબર ફ્રોડના નાણાં પોતાના બેંક એકાઉન્ટમાં મેળવીને સગેવગે કરનારા મ્યુલ એકાઉન્ટ ધારક સામે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા શખ્સે પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમની રકમ ટ્રાન્સફર કરવા માટે કર્યો હોવાનું સામે આવતાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી છે. ચાર રાજ્યોની અરજીઓ પરથી થયો પર્દાફાશ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.કોન્સ્ટેબલ શૈલેષકુમાર પ્રવિણભાઈ મક્વાણા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તિલકનાગર (આડોડીયાવાસ) ખાતે રહેતા સિદ્ધાંત સંજયભાઈ રાઠોડ (ઉં.વ. 23) સામે કાયદેસરની વાઇન્ડ-અપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના વાઘાવાડી રોડ સ્થિત ડીસીબી (DCB) બેંક એકાઉન્ટમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી થયેલી સાયબર ફ્રોડની 4 અરજીઓ સંદર્ભે 3,39,750 ચાર ટ્રાન્ઝેક્શન મારફતે જમા થયા હતા, જે તેણે તાત્કાલિક ઉપાડીને સગેવગે કરી દીધા હતા. BNS હેઠળ ગુનો દાખલ, રિમાન્ડ મેળવવાની તજવીજ સઘન તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીના બેંક એકાઉન્ટમાં 1 ડિસેમ્બર, 2024થી 4 એપ્રિલ, 2026 દરમિયાન કુલ 11,52,72,196 જમા થઈને વિડ્રો (ઉપાડી) લેવામાં આવ્યા હતા. આ મ્યુલ એકાઉન્ટ રેકેટ અંગે પોલીસે BNS એક્ટની કલમ ૩૧૭(૨) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપી સિદ્ધાંત રાઠોડની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા માટેની કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar