Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

દિવાળી પર્વે ટ્રેનોમાં ચિક્કાર ભીડ મુંબઈ - દિલ્હીની ટ્રેનો હાઉસફુલ:ગોધરાથી જતી 12 એક્સપ્રેસ ટ્રેનમાં પગ મૂકવા પણ જગ્યા નહીં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
દિવાળી પર્વે ટ્રેનોમાં ચિક્કાર ભીડ મુંબઈ - દિલ્હીની ટ્રેનો હાઉસફુલ:ગોધરાથી જતી 12 એક્સપ્રેસ ટ્રેનમાં પગ મૂકવા પણ જગ્યા નહીં
ગોધરા | દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે રોજગાર અને વેપાર અર્થે પરપ્રાંતમાં રહેતા લોકો હવે પોતાના વતન વાપસી કરી રહ્યા છે. જેના કારણે મુંબઈથી દિલ્હી તરફ જતી તમામ એક્સપ્રેસ અને લોકલ ટ્રેનોમાં ભારે ગિરદી જોવા મળી રહી છે. મુંબઈથી દિલ્હી તરફ રોજબરોજ અંદાજિત 12થી વધુ મહત્વની એક્સપ્રેસ ટ્રેનો ગોધરા રેલવે સ્ટેશન પરથી પસાર થાય છે. ટ્રેનો પાછળના સ્ટેશનોથી જ ભરાઈને આવી રહી હોવાથી ગોધરાથી દિલ્હી તરફ જવા માગતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા ન હોવાથી લોકો નીચે બેસીને તો અનેક મુસાફરો જીવના જોખમે ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ દિલ્હીથી મુંબઈ તરફ આવતી ટ્રેનોમાં આંશિક ભીડ જોવા મળી રહી છે. ટ્રેનો આગળના શહેરોથી જ ભરાઈને આવે છે ટ્રેનો આગળથી જ ભરેલી આવતી હોવાથી ગોધરા સ્ટેશનેથી ચડતા મુસાફરોને જગ્યા મળવી મુશ્કેલ બની છે. પશ્ચિમ એક્સપ્રેસ, સ્વરાજ એક્સપ્રેસ, બાંદ્રા-જયપુર એક્સપ્રેસ, અવધ એક્સપ્રેસ, દહેરાદૂન અને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ સહિતની ટ્રેનોમાં ભારે ચિક્કાર ગિરદી જોવા મળી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan