Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બોલેરો ગાડીની સીટ, ઠાઠા અને ટોપમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ મળ્યો:મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરોમાંથી દારૂના 1248 ચપલા સાથે બે શખ્સો ઝડપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
બોલેરો ગાડીની સીટ, ઠાઠા અને ટોપમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ મળ્યો:મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરોમાંથી દારૂના 1248 ચપલા સાથે બે શખ્સો ઝડપાયા
ટંકારા પોલીસને મળેલી બાતમીના આધારે મોરબી-રાજકોટ હાઈવે પર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે એક બોલેરો કેમ્પર ગાડીમાંથી વિદેશી દારૂના 1248 ચપલા પકડ્યા છે. આ દારૂ ગાડીમાં ખાસ બનાવેલા ચોરખાનામાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બોલેરો કેમ્પર ગાડીની સીટ નીચે, ઠાઠામાં અને ટોપના ઉપરના ભાગે ચોરખાના બનાવવામાં આવ્યા હતા. આ ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે કુલ 6,33,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં 3,27,840 રૂપિયાની કિંમતના વિદેશી દારૂના 1248 ચપલા, 3,00,000 રૂપિયાની GJ-03-BV-9752 નંબરની બોલેરો કેમ્પર ગાડી અને 5,500 રૂપિયાના બે મોબાઈલ ફોન સામેલ છે. પોલીસે દશરથભાઈ હરકનભાઈ પ્રભુભાઈ રબારી (ઉંમર 30, રહે. રામપુરા છોટા, તા. ધાનેરા, જી. બનાસકાંઠા) અને બાબુરામ જવાનાજી ભાડકા રબારી (ઉંમર 45, રહે. જારડા ગામ, તા. રાણીવાડા, જી. ઝાલોર, રાજસ્થાન) નામના બે આરોપીઓને પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મહેન્દ્રભાઈ બાબુરામ રબારી (રહે. પાલ કુડા, તા. રાણીવાડા, જી. ઝાલોર, રાજસ્થાન) નું નામ પણ ખુલ્યું છે. ટંકારા પોલીસે આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan