Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

1272 ગુણી જથ્થો સીલ કરી નમૂના જૂનાગઢ લેબોરેટરીમાં મોકલાયા‎:મોરબીમાં રાજપર રોડ પરના ગોડાઉનમાંથી રૂપિયા 3.38 લાખનું યુરિયા ખાતર ઝડપાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 7 views
1272 ગુણી જથ્થો સીલ કરી નમૂના જૂનાગઢ લેબોરેટરીમાં મોકલાયા‎:મોરબીમાં રાજપર રોડ પરના ગોડાઉનમાંથી રૂપિયા 3.38 લાખનું યુરિયા ખાતર ઝડપાયું
મોરબી જિલ્લામાં યુરિયા ખાતરની બેગ મળી આવવાની ઘટના સામે આવી છે. મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા રાજપર રોડ પર એક ભાડે રાખેલા ગોડાઉનમાંથી રૂ. 3 લાખ 38 હજારથી વધુની કિંમતનો 1272 ગુણી યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડ્યો હતો. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિસ્ફોટક એમોનિયમ નાઇટ્રેટ કે વિસ્ફોટક તરીકે ઉપયોગમાં લેવાતા રસાયણો ખરીદી પુરવઠો પરિવહન, સંગ્રહ કે વેચાણ તેમજ તેના સ્ટોક અંગેની દેખરેખ માટે ડેડિકેટટ ડિસ્ટ્રિક્ટ લેવલ સેલ બનાવવા આદેશ કરવામાં આવ્યો છે . આ આદેશને પગલેબોર્ડર રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા ની સીધી સૂચનાને પગલે મોરબી જિલ્લામાં ખાસ ટીમ બનાવી છે જેના ભાગરૂપે એસ ઓ જી પી આઈ અને તેની ટીમ દ્વારા ખાતરના શંકાસ્પદ જથ્થા શોધવા તપાસ હાથ ધરી હતી દરમિયાન બાતમી મળી હતી કે મોરબી રાજપર રોડ પર આવેલા મામા દેવ મંદિર સામે આવેલા શેરીમાં એક ગોડાઉનમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોય આ બાતમી આધારે એસ ઓ જી ની ટીમે દરોડો પાડ્યો હતો અને આ બંધ ગોડાઉનમાં પીળા રંગની કુલ 1272 શંકાસ્પદ બેગ મળી આવી હતી જેની તપાસ કરતા યુરીયા નો જથ્થો હોવાનું સામે આવતા આ અંગે ખેતીવાડી વિભાગ ની ટીમને જાણ કરવામાં આવતા ખેતીવાડી વિભાગની ટીમ પહોંચી તપાસ કરતા આ યુરિયા ની 1272 બેગ ની અંદાજિત કિંમત 3,38,988 હોવાનું સામે આવ્યું હતું જે બાદ ખેતીવાડી વિભાગ ની ટીમ દ્વારા ખાતરના નમુના લેવામા આવ્યા હતા અને તપાસ અર્થે જુનાગઢ સરકારી લેબોરેટરી માં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ પકડાયેલ જથ્થો શંકાસ્પદ હોવાનું અને જય એગ્રો નામની પેઢીના માલિક જયેશ કાનજી બુટાસણા દ્વારા ભાડે રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એક સપ્તાહમાં 2000થી વધુ‎યુરિયા ખાતરની બેગ મળી આવી‎ મોરબી જિલ્લામાં આજથી એક મહિના પહેલા ખેડૂતો ચોમાસા પહેલા યુરિયા ખાતર માટે રઝળપાટ કરી રહ્યા હતા અનેક ખાતર કેન્દ્રમાં ખેડૂત લાઇનમાં ઉભા રહી એક એક બેગ માટે ધકકા ખાઇ રહ્યા હતા ત્યારે કેટલાક તત્વો ખાતર બારોબાર વેચાણ કરવાની ફિરાકમાં હતા બે દિવસ પહેલા સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ની ટીમે દરોડો પાડી રંગપર ગામથી 804 બેગ યુરિયા બેગ પકડી પાડ્યા બાદ આજે વધુ 1272 બેગ યુરિયા ખાતરની બેગ મળી આવતા ખેડુતોના હક્કનું ખાતર ક્યાંક બારોબાર પગ કરી જતું હોય તેવી શંકા વધુ પ્રબળ બની છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan