business
વૃક્ષારોપણમાં વેઠ:આઇકોનિક રોડ પર 13 લાખનો ખર્ચ કરી વાવેલા વૃક્ષ સૂકાઈ ગયા
પાટણમાં સૌપ્રથમ ઊંઝા ત્રણ રસ્તાથી બ્રહ્માકુમારી સુધીના 1800 મીટરના આઇકોનિક રોડ પર રૂ.13.14 લાખના ખર્ચે કરાયેલા વૃક્ષારોપણમાં એજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એજન્સી દ્વારા કરાયેલ વૃક્ષારોપણના જતન માટે પાલિકાએ બે-બે વાર નોટિસ આપવા છતાં યોગ્ય જતન ન થતાં અંતે તમામ વૃક્ષ સૂકાઈ જતા વૃક્ષારોપણ નિષ્ફળ ગયું હોય આખરી નોટિસ આપી ડિપોઝિટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાટણ શહેરને સુંદર અને આધુનિક બનાવવાના ભાગરૂપે પાલિકા દ્વારા ઊંઝા ત્રણ રસ્તાથી બ્રહ્માકુમારી સુધીના આશરે 1800 મીટર (1.8 કિમી) લાંબા માર્ગને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ આઇકોનિક રોડ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલા વૃક્ષારોપણ અને તેના જતનને લઈને કોન્ટ્રાક્ટર/ એજન્સીની લાપરવાહી સામે આવી છે. વૃક્ષોનું યોગ્ય જતન ન થવાના કારણે મોટા ભાગના વૃક્ષ સૂકાઈ ઉખડી ગયા હોય હાલમાં રોડ સૂમસામ પડ્યો છે. હાલમાં રોડ પર કરેલ વૃક્ષારોપણ નિષ્ફળ જતા રોડની શોભા બગાડી રહી હોય પાલિકા દ્વારા એજન્સી સામે કાર્યવાહી હાથ ધરી છે. શું કામગીરી સોંપાઈ હતી એજન્સીને પાલિકાએ રાશું કોર્પોરેશન સુંઢિયાન નામની એજન્સીને ઊંઝા ત્રણ રસ્તાથી બ્રહ્માકુમારી સુધીના આઇકોનિક રોડ પર પેઇન્ટિંગ, ડેકોરેટિવ સીટિંગ, પ્રી-કાસ્ટ રબર ડ્રાય ઇન્ટરલોકિંગ બ્લોક, એલઇડી સ્ટ્રીટ લાઇટ અને પ્લાન્ટેશન સહિત કુલ રૂ.80.74 લાખથી વધુના ખર્ચે સુશોભનના કામો સોંપાયા હતા. જેમાં માત્ર પ્લાન્ટેશન વર્ક (વૃક્ષારોપણ) માટે જ રૂ.1314466 ની ફાળવણી કરવામાં આવી છે. આટલી મોટી માતબર રકમ મંજૂર કરાઈ હોવા છતાં, એજન્સી દ્વારા રોડની બંને બાજુ કે ડીવાઇડર પર વાવવામાં આવેલા વૃક્ષોનું યોગ્ય રક્ષણ કે ઉછેર કરાયો નથી.
Read full article on Divya Bhaskar