Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં વધુ 13 આરોપીઓ જેલ હવાલે:અત્યાર સુધીમાં કુલ 27 આરોપી જેલના સળિયા પાછળ, કોન્સ્ટેબલ સહિત 12 આરોપી હજુ રિમાન્ડ પર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 3 views
ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં વધુ 13 આરોપીઓ જેલ હવાલે:અત્યાર સુધીમાં કુલ 27 આરોપી જેલના સળિયા પાછળ, કોન્સ્ટેબલ સહિત 12 આરોપી હજુ રિમાન્ડ પર
ભાવનગર પંથકમાં સર્જાયેલા ચકચારી લઠ્ઠાકાંડમાં 13 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા હાથ ધરાયેલી તપાસમાં વધુ 13 આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં SMC દ્વારા ખાખી વર્દીધારી પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જે પૈકી અગાઉ 14 અને હવે વધુ 13 મળીને કુલ 27 આરોપીઓ જેલભેગા થઈ ચૂક્યા છે. બીજી તરફ, લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સહિત અન્ય 12 આરોપીઓ હજુ પણ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાથી તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. ગૃહ વિભાગે SMCને તપાસ સોંપ્યા બાદ 39 આરોપીઓ સકંજામાં આવ્યા સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવનારા આ લઠ્ઠાકાંડની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. ઝેરી અને નકલી કેમિકલયુક્ત દારૂ બનાવી તેનું ગેરકાયદે વેચાણ કરનારા તત્વો સામે વરતેજ પોલીસ મથકમાં મુખ્ય સૂત્રધાર સહિત 21 શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધાયો હતો. SMCની ટીમે તપાસનો દોર તેજ બનાવીને અત્યાર સુધીમાં કુલ 39 આરોપીઓને દબોચી લીધા હતા અને અલગ-અલગ મુદતના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. બે દિવસ અગાઉ મુખ્ય સૂત્રધાર સહિત પ્રથમ તબક્કાના 14 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટના આદેશથી જેલ હવાલે કરી દેવાયા હતા. કોર્ટમાં રજૂ કરાયેલા વધુ 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા આ ગુનાહિત નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 13 આરોપીઓ અરવિંદ ઉર્ફે પાંડે સોલંકી, સંજય ઉર્ફે 4040 મકવાણા, નીતિનભાઈ ઉર્ફે મુના મોરી, આનંદ છાંડી, કિશોર ઉર્ફે પોચો સોલંકી, મયુર સોલંકી, સંજયભાઈ, મુકેશ ઉર્ફે કચોરી બારૈયા, સંજય ઉર્ફે ચકરમ બારૈયા, નિર્મલસિંહ વાઘેલા, પાર્થરાજસિંહ ગોહિલ, સંજય ચાવડા અને ભાગીરીથસિંહ ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતાં આજરોજ તમામને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ સહિત 12 આરોપીઓના રિમાન્ડ ચાલુ બીજી તરફ, આ ગુનાના 11 આરોપીઓ તેમજ મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે સીધી સાંઠગાંઠ ધરાવનાર વેળાવદર ભાલ સનેશ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની બે દિવસ અગાઉ રાત્રે ધરપકડ કરાઈ હતી. કોર્ટે કોન્સ્ટેબલના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 12 આરોપીઓની કસ્ટડી મેળવીને નકલી દારૂના કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથા કે પોલીસકર્મીઓની મિલીભગત છે તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan