Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

કેફેમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું:રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાતા 13 યુવકો ફસાયા, કાર ઝાડ સાથે અથડાતા ત્રણનાં મોત,વિદ્યાર્થીઓ હવે ‘યોજના દૂત’ બનશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 18, 2026 👁 1 views
કેફેમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું:રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાતા 13 યુવકો ફસાયા, કાર ઝાડ સાથે અથડાતા ત્રણનાં મોત,વિદ્યાર્થીઓ હવે ‘યોજના દૂત’ બનશે
રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ નોંધાયો આજે રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો.. અંબાજીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી..આજેઅમદાવાદ-વડોદરા સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જો કે હજું રાજ્યમાં સરેરાશ 8 ટકા વરસાદની ઘટ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સવારથી જ વરસાદે અમદાવાદને બાનમાં લીધું અમદાવાદમાં સવારથી જ શહેરમાં વરસાદે બેટિંગ કરી. .હવામાન વિભાગે 6 વાગ્યા સુધી રેડ અલર્ટ આપ્યું,તો એએમસીએ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વરસાદની અસરથી ફ્લાઈટ સેવા ખોરવાઈ અમદાવાદમાં વરસાદની અસર ફ્લાઈટ્સને પણ પડી. કોલકાતાથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોર ડાયવર્ટ કરાવાઈ. કુલ 4 ફ્લાઇટ ડીલે કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓનલાઈન કામગીરીનો શિક્ષકો પર વધતો બોજ શિક્ષકોના ભણાવવાના કલાકો સામે ઓનલાઈન કામગીરીનો વધતો બોજ..210 કાર્ય દિવસ જેટલો સમય વપરાતો હોવાનો શૈક્ષિક મહાસંઘનો દાવો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થીઓ હવે ‘યોજના દૂત’ બનશે વિદ્યાર્થીઓ હવે ‘યોજના દૂત’ બનશે.. સરકારી યોજનાઓની માહિતી જરૂરિયાતમંદ સુધી પહોંચાડશે, G3Q-2026 અને ઇનોવેશન ચેલેન્જનો CM ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાનની શરુઆત વડોદરામાં ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાનની શરુઆત.. કામનાથ મહાદેવ મંદિર ખાતે મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીનો પ્રેમી સાથે આપઘાત, પતિએ ફાંસો ખાધો સુરતમાં પત્નીએ પ્રેમી સાથે આત્મહત્યા કરી લેતા પતિએ પણ ગળેફાંસો ખાધો.. પત્નીનો વિરહ અને બેવફાઈ સહન ન થતા પતિએ પગલું ભર્યું. જો કે પતિ-પત્નીના આ પગલાંથી બે સંતાનો અનાથ થઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમરેલી હત્યાકાંડમાં પત્નીએ પતિના મિત્ર પર કર્યો આક્ષેપ અમરેલીમાં દીકરીની હત્યા કરી મૃતદેહ શણગારી ફ્રિજમાં મુકી પિતાએ પણ આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પત્નીએ મહુવાના મિત્ર પર આરોપ લગાવ્યો છે કે સાત લાખ રુ રોકાણ કરાવી પૈસા પરત ન કરતા આઘાતમાં પતિએ આ પગલું ભર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતાં ત્રણ મિત્રોના મોત વલસાડના ઉમરગામમાં સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાતા ત્રણ મિત્રોના મોત થયા અને બે ગંભીર રીતે ઘાયલ થયા..પાંચ મિત્રો હોટલમાં જમીને પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો. ગાડીના પતરાં કાપી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉધનાના રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાઈ સુરતના ઉધનાના રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાઈ.. મિર્ઝાપુર મૂવી જોઈને નીકળેલા 13 યુવાનો બેઝમેન્ટમાં ફસાયા.. સફોકેશનને કારણે હાલત ખરાબ થઈ. ફાયર ટીમે બહાર કાઢ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેફેમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું ભાડજમાં ધ વિન્ટેજ બ્રુ કાફેમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું.. ખુલ્લા મેદાનાં ટેબલો પર હુક્કા પીરસવામાં આવતા હતા.. એક કલાક હુક્કો પીવાના 800 રુ. વસુલવામાં આવતા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan