Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

13 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો હુકમ, પીડિતાને 4 લાખનું વળતર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
13 વર્ષની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો હુકમ, પીડિતાને 4 લાખનું વળતર
દહેગામ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા 13 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એસ.વી. શર્માએ કોર્ટે આરોપી ધનપાલસિંહ ઉર્ફે ભયજી ભીમસિંહ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત પીડિતાને ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું દહેગામ તાલુકાના કૃષ્ણનગર કાંઠી ગામે તા.26 જૂન 2021 ના રોજ બનાવ સમયે માત્ર 13 વર્ષ અને 10 માસની સગીર વયની બાળકીને આરોપી ધનપાલસિંહે લાલચ આપી અને ફોસલાવીને ભગાડી ગયો હતો. આ ગુનામાં અન્ય એક આરોપીની અર્ટીગા ગાડીનો ઉપયોગ કરી જુદી-જુદી જગ્યાએ લઈ જઈ રહેવાની વ્યવસ્થા કરી આપીને ગુનામાં મદદગારી કરવામાં આવી હતી. સગીરાનું અપહરણ કરી ગયા બાદ આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ગાંધીનગર કોર્ટમાં ચાલેલા પોક્સો કેસમાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુનિલ એસ. પંડ્યા એ દલીલ કરી હતી કે,નાની વયની બાળકી સાથે આવા અમાનવીય કૃત્યો સમાજમાં વધી રહ્યા છે. લોકો નવા ગુના કરતા અટકે અને સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને સખતમાં સખત સજા કરવી જરૂરી છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી આ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 30 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે કોર્ટે પીડિત બાળકીના પુનર્વસન માટે સંવેદનશીલતા દાખવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan