Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હિંમતનગરમાં ટોઈંગ કામગીરી શરૂ:આડેધડ પાર્કિંગ કરનાર 14 વાહનચાલકોને દંડ ફટકારાયો, ટ્રાફિકની સમસ્યા હલ કરવા પ્રયાસ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 16, 2026 👁 5 views
હિંમતનગરમાં ટોઈંગ કામગીરી શરૂ:આડેધડ પાર્કિંગ કરનાર 14 વાહનચાલકોને દંડ ફટકારાયો, ટ્રાફિકની સમસ્યા હલ કરવા પ્રયાસ
હિંમતનગર શહેરમાં રવિવારથી ટોઈંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન રોડ પર આડેધડ વાહન પાર્ક કરનારા 14 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે કુલ 7000 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ટ્રાફિક PSI એ.વી. જોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર શહેરમાં અડચણરૂપ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાને હલ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારે સવારથી શરૂ થયેલી આ કામગીરીમાં ટાવર ચોક સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં ચાર ફોર-વ્હીલર અને દસ ટુ-વ્હીલરના ચાલકોને દંડનીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનો નિર્ધારિત પાર્કિંગ સ્થળોએ જ પાર્ક કરે જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan