crime
14 ઓગસ્ટે તિરંગાયાત્રાને વડોદરાના માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન:યાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થશે, જાણો કયા છે પ્રતિબંધિત રસ્તાઓ અને કયા છે વૈકિલ્પક રસ્તાઓ
સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં 14 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નવલખી મેદાનથી શરૂ થનારી આ યાત્રા ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થશે. તિરંગાયાત્રાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક શાખા દ્વારા બપોરે 3 વાગ્યાથી યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી શહેરના વિવિધ માર્ગો પર વાહનવ્યવહાર માટે પ્રતિબંધ અને વૈકલ્પિક માર્ગોની જાહેર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગની સૂચના અનુસાર ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત યોજાનારી આ યાત્રામાં રાજ્ય પોલીસ, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC, SPC કેડેટ તથા સહાયક દળોની ટુકડીઓ જોડાશે. ટ્રાફિક શાખાએ જાહેર કરેલી એડવાઇઝરી મુજબ તિરંગાયાત્રાના બંદોબસ્તમાં રોકાયેલા વાહનો ઉપરાંત પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા ઇમરજન્સીમાં જતા વાહનોને આ ટ્રાફિક પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. તિરંગાયાત્રાનો રૂટ: નવલખી મેદાનથી પ્રસ્થાન કર્યા બાદ યાત્રા નવલખી મેદાન પથારા ગેટ, રાજમહેલ ગેટ ત્રણ રસ્તા, કીર્તિ સ્તંભ સર્કલ, નહેરુભવન ત્રણ રસ્તા, માર્કેટ ચાર રસ્તા, વિર ભગતસિંહ ચોક સર્કલ, લાલકોર્ટ બિલ્ડિંગ ત્રણ રસ્તા અને પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ ગાંધીનગર ગૃહ ખાતે પહોંચશે.
Read full article on Divya Bhaskar