Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

છાલામાં ઘર પાછળની ગ્રીલ કાઢી તસ્કરો ઘરમાં ઘૂસ્યા:મકાનમાલિક ઓસરીમાં ઊંઘતા રહ્યા'ને તિજોરી તોડીને સોના ચાંદીના દાગીના સહિત 14 લાખની મત્તા ચોરી ફરાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
છાલામાં ઘર પાછળની ગ્રીલ કાઢી તસ્કરો ઘરમાં ઘૂસ્યા:મકાનમાલિક ઓસરીમાં ઊંઘતા રહ્યા'ને તિજોરી તોડીને સોના ચાંદીના દાગીના સહિત 14 લાખની મત્તા ચોરી ફરાર
ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા છાલા ગામના અર્બુદાનગરમાં ગઈકાલે રાત્રે ખેડૂત પરિવાર ઓસરીના ભાગે નિશ્ચિંત થઈને સુઈ રહ્યો હતો. તે દરમિયાન તસ્કરો ઘરની પાછળ આવેલી બારીની લોખંડની ગ્રીલ ઉખાડી અંદર પ્રવેશ કરી ઠંડા કલેજે તિજોરીઓ તથા કબાટના ડ્રોવરના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તથા ફિક્સ ડિપોઝિટના મહત્વના દસ્તાવેજો મળી કુલ રૂ .14.65 લાખની મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વૃદ્ધ જમીને મકાનની ઓસરીના ભાગે સુઈ ગયા ગાંધીનગરના છાલા અર્બુદાનગરમાં રહેતા 60 વર્ષીય ખેડૂત મુળજીભાઇ જીવાભાઇ ચૌધરી પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સોમવારના રોજ રાબેતા મુજબ મુળજીભાઇ તેમના પત્ની શાંતાબેન અને પુત્ર ગૌરવ રાત્રિના આશરે દસેક વાગ્યાના અરસામાં જમી પરવારીને મકાનની ઓસરીના ભાગે સુઈ ગયા હતા. ઘર પાછળની ગ્રીલ કાઢી તસ્કરો ઘરમાં ઘૂસ્યા આજે મંગળવારના રોજ વહેલી સવારે પાંચેક વાગે મુળજીભાઇ જાગ્યા ત્યારે તેમણે મકાનનો મુખ્ય દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો અંદરથી હતો. આથી તેઓ તુરંત ઘરની પાછળના ભાગે તપાસ કરવા ગયા હતા. જ્યાં તેમણે જોયું તો ઘરની પાછળની બારી ખુલ્લી હાલતમાં હતી અને તેની લોખંડની ગ્રીલ પણ ખોલીને જમીન પર ફેંકી દેવાયેલી હતી. બંને તિજોરીઓ ખુલ્લી, તમામ સામાન વેરવિખેર હાલતમાં મકાનમાં ચોરી થઈ હોવાની દ્રઢ શંકા જતાં મુળજીભાઇ ખુલ્લી બારીમાંથી ઘરમાં પ્રવેશ્યા હતા. અને ઘરની અંદરનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. મકાનના છેલ્લા રૂમમાં મુકેલી બંને તિજોરીઓ ખુલ્લી પડી હતી અને અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. જ્યારે વચ્ચેના રૂમમાં આવેલું લાકડાનું કબાટ પણ ખુલ્લું હતું અને તેના નીચેના બંને ડ્રોવરના લોક તોડીને ડ્રોવર બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. ચોરોએ મકાનનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો જેથી કોઈ અંદર આવી ન શકે. 14.65 લાખની મત્તાની ચોરીને ફરાર બાદમાં મુળજીભાઇએ તુરંત મુખ્ય દરવાજો અંદરથી ખોલી પરિવારના સભ્યોને જાણ કરી હતી. કબાટ અને તિજોરીમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તસ્કરોએ આશરે સાત તોલાની સોનાની મગમાળા, ચાર તોલાના સોનાના બે દોરા, પાંચ ગ્રામની સોનાની બે જોડી બુટી,દસ ગ્રામના સોનાના કાપની એક જોડી,150 ગ્રામની ચાંદીની બે જોડી ઝાંઝર ઉપરાંત કબાટમાં રાખેલી રોકડ રકમ 5 હજાર તથા રૂ. 1.60 લાખની એફડીના સર્ટિફિકેટ મળીને કુલ 14.65 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan