Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

પોરબંદરમાં નિયમવિરુદ્ધના ટોલનાકા સામે નાગરિકોમાં ઉગ્ર આક્રોશ:15 ઓગસ્ટે ધ્વજવંદનની મંજૂરી ન મળતાં વિરોધ તીવ્ર થયો; મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યાના 2 વર્ષ છતાં ટોલમાંથી મુક્તિ નહીં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 15, 2026 👁 6 views
પોરબંદરમાં નિયમવિરુદ્ધના ટોલનાકા સામે નાગરિકોમાં ઉગ્ર આક્રોશ:15 ઓગસ્ટે ધ્વજવંદનની મંજૂરી ન મળતાં વિરોધ તીવ્ર થયો; મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યાના 2 વર્ષ છતાં ટોલમાંથી મુક્તિ નહીં
પોરબંદર નજીક આવેલા વણાણા સહિતના 3 ટોલનાકા સામે સ્થાનિક નાગરિકો અને આગેવાનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વે ટોલનાકા સામે ધ્વજવંદન કાર્યક્રમ યોજવાની મંજૂરી ન મળતાં તંત્ર સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. દૈનિક વાહનચાલકો પર આર્થિક બોજ અને નિયમોના ભંગનો આક્ષેપ સ્થાનિકોનો આક્ષેપ છે કે વણાણા સહિતના ટોલનાકાઓને કારણે પોરબંદરના રહેવાસીઓ અને રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો પર અન્યાયી આર્થિક બોજ પડી રહ્યો છે. આ ઉપરાંત ટોલનાકા માટે નક્કી કરાયેલા નિયમો અને નિર્ધારિત અંતરની જોગવાઈઓનું પાલન થતું ન હોવા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવાયા છે. મહાનગરપાલિકા બન્યાના 2 વર્ષ બાદ પણ પ્રજાને રાહત નથી પોરબંદર મહાનગરપાલિકા બન્યાને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પ્રજાને ટોલનાકામાંથી મુક્તિ ન મળતાં સ્થાનિકોએ સત્તાધીશો અને તંત્ર સામે ભારે વિરોધ દર્શાવી જવાબ માંગ્યો છે. નિયમવિરુદ્ધના ટોલનાકા દૂર ન કરાયા તો આંદોલનની ચીમકી નાગરિકોએ માગ કરી છે કે નિયમોની તાત્કાલિક તપાસ કરી જો આ ટોલનાકા નિયમવિરુદ્ધ હોય તો તેને તુરંત દૂર કરવામાં આવે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવાની સ્થાનિક આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan