Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

📰 Abp News 🕐 1 min read 📅 August 13, 2026 👁 8 views
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

15 August 2026: અમેરિકાના બે રાજ્યો, ન્યૂયોર્ક અને ન્યૂજર્સીએ 15 ઓગસ્ટને ભારત સ્વતંત્રતા દિવસ જાહેર કર્યો છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે રાજ્યમાં 15 ઓગસ્ટ 2026ને ભારત સ્વતંત્રતા દિવસ જાહેર કરતા એક આદેશ જારી કર્યો, જ્યારે ન્યૂજર્સીના ગવર્નર મિકી શેરીલે પણ આવી જ જાહેરાત કરી.

ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે આ જાહેરાતો 80મા સ્વતંત્રતા દિવસ સમારોહ પહેલા કરવામાં આવી છે અને તે ભારતની આઝાદીની યાત્રા તથા ભારત અને અમેરિકાના સહિયારા લોકશાહી મૂલ્યોને રેખાંકિત કરે છે.

આ પણ વાંચો...Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પડોશી રાજ્યો છે અને અહીં અમેરિકાના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી ભારતીય-અમેરિકી સમુદાય રહે છે. અહીં રહેતા ભારતીય મૂળના લોકો વેપાર, આરોગ્ય સંભાળ, ટેકનોલોજી, શિક્ષણ અને જનસેવા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

ન્યૂયોર્કમાં, હોચુલની જાહેરાતમાં રાજ્યના સાંસ્કૃતિક, આર્થિક અને નાગરિક જીવનમાં ભારતીય-અમેરિકી સમુદાયના યોગદાનને માન્યતા આપવામાં આવી. તેમાં ઔપનિવેશિક શાસન સામે ભારતના સંઘર્ષ અને આત્મ-નિર્ણય, સ્વ-શાસન તથા લોકશાહી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો.

ન્યૂજર્સીમાં, શેરીલના ઘોષણા-પત્રમાં રાજ્યને અમેરિકામાં સૌથી મોટા અને સૌથી જીવંત ભારતીય-અમેરિકી સમુદાયોમાંથી એકનું ઘર ગણાવવામાં આવ્યું. તેમાં શિક્ષણ, આરોગ્ય સંભાળ, રિસર્ચ, ટેકનોલોજી, બિઝનેસ, જન-સેવા અને સામુદાયિક નેતૃત્વના ક્ષેત્રોમાં તેમના યોગદાનને માન્યતા આપવામાં આવી.

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ પર ભારતીય દૂતાવાસ, વાણિજ્ય દૂતાવાસો અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશન તરફથી પણ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. ભારતીય-અમેરિકી સમુદાય આ આયોજનોમાં મોટી સંખ્યામાં ભાગ લે છે. ઘણા શહેરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને તિરંગો ફરકાવવાના આયોજન થાય છે.

80મા સ્વતંત્રતા દિવસ પર વધ્યો ઉત્સાહ

આ વર્ષે 15 ઓગસ્ટ ભારત માટે ખાસ છે, કારણ કે દેશ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. અમેરિકામાં પણ ભારતીય સમુદાય વચ્ચે આને લઈને ખાસ ઉત્સાહ છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને હવે ડેલાવેર જેવા સ્થળો પર સત્તાવાર માન્યતા મળવાથી ભારતની આઝાદીની ઉજવણી અમેરિકી જાહેર જીવનમાં પણ દેખાઈ રહી છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan