business
પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની હરાજી શરૂ:પ્રથમ દિવસે મનપાને રૂ. 1.54 કરોડની આવક, 17 ઓગસ્ટ સુધી હરાજી પ્રક્રિયા ચાલુ રહેશે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળો-2026 માટે સ્ટોલ, પ્લોટ અને મનોરંજનના સાધનોની હરાજી પ્રક્રિયાનો 12 ઓગસ્ટથી પ્રારંભ થયો છે. પ્રથમ જ દિવસે યોજાયેલી હરાજીમાં મહાનગરપાલિકાને રૂ. 1.54 કરોડથી વધુની આવક થઈ છે. 3થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે લોકમેળો પોરબંદરમાં આગામી 3થી 7 સપ્ટેમ્બર દરમિયાન જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવશે. મેળામાં વિવિધ સ્ટોલ, પ્લોટ તેમજ મોટા-નાના યાંત્રિક ચકડોળ સહિતના મનોરંજનના સાધનો માટે પ્લોટની હરાજી કરવામાં આવી રહી છે. મોટા ચકડોળના પ્લોટમાંથી રૂ.1.21 કરોડની આવક પ્રથમ દિવસે મોટા યાંત્રિક ચકડોળના પ્લોટની હરાજીમાંથી મહાનગરપાલિકાને રૂ. 1.21 કરોડની આવક થઈ હતી. જ્યારે નાના યાંત્રિક ચકડોળ સહિત અન્ય કેટેગરીના પ્લોટ અને સ્ટોલની હરાજીમાંથી મળેલી આવક સાથે કુલ રકમ રૂ. 1.54 કરોડથી વધુ પહોંચી છે. 17 ઓગસ્ટ સુધી હરાજી ચાલુ રહેશે મહાનગરપાલિકા દ્વારા હરાજીની પ્રક્રિયા આગામી 17 ઓગસ્ટ સુધી ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં અન્ય પ્લોટ, સ્ટોલ અને મનોરંજનના સાધનોની હરાજી થવાની હોવાથી મનપાની આવકમાં હજુ વધારો થવાની શક્યતા છે. હરાજી બાદ મેળાની કામગીરીને વેગ મળશે જન્માષ્ટમી લોકમેળાને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેળાના વિવિધ વિભાગોમાં સ્ટોલ તેમજ મનોરંજનના સાધનો ઉભા કરવાની કામગીરીને પણ વેગ આપવામાં આવશે.
Read full article on Divya Bhaskar