Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ભરૂચ જેલમાં 16 કરોડના ખર્ચે સુવિધાઓનું લોકાર્પણ:ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી સહિતની સુવિધાઓનું રાજ્યમંત્રી કમલેશ પટેલે કર્યું ઉદ્ઘાટન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 4 views
ભરૂચ જેલમાં 16 કરોડના ખર્ચે સુવિધાઓનું લોકાર્પણ:ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી સહિતની સુવિધાઓનું રાજ્યમંત્રી કમલેશ પટેલે કર્યું ઉદ્ઘાટન
ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આશરે રૂ.16 કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ બાદ મંત્રી કમલેશ પટેલે જેલ પરિસરમાં નવનિર્મિત ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાયબ્રેરી, ઇન્ડોર ગેમ્સ રૂમ, જનસેવા કેન્દ્ર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ સહિતની સુવિધાઓની મુલાકાત લીધી હતી. જેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ફ્લેગ પોસ્ટ, સંત્રી બોક્સ, ગાર્ડ રૂમ તેમજ કિચન-ડાઇનિંગ સુવિધા સાથેની એસઆરપી બેરેકનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, જેલની આશરે આઠ એકર જમીન ફરતે નવી મજબૂત કમ્પાઉન્ડ વોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જેલોના આધુનિકીકરણની સાથે સુધારાત્મક અભિગમ અપનાવી કેદીઓ તથા જેલ પરિવાર માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. ભરૂચ જેલ ખાતે રૂ.16 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રકલ્પોથી જેલ તંત્રની કાર્યક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થામાં વધુ સુદૃઢતા આવશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, વડોદરા ઝોન જેલના ડીઆઈજી સરોજ કુમારી, વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ઉષાબેન રાડા અને ભરૂચ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.સી. રાઠોડ સહિતના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan