Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

મોદીના જન્મદિવસે ગીર સોમનાથમાં 'આશીર્વાદનો દીવડો':17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી 'સેવા સંકલ્પ અભિયાન'; 1025 બૂથ અને 700 ગામોમાં દીપ પ્રાગટ્ય

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 15, 2026 👁 1 views
મોદીના જન્મદિવસે ગીર સોમનાથમાં 'આશીર્વાદનો દીવડો':17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી 'સેવા સંકલ્પ અભિયાન'; 1025 બૂથ અને 700 ગામોમાં દીપ પ્રાગટ્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં અલગ અલગ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ‘વિકસિત ભારત સંકલ્પ’ અને વડાપ્રધાનના સેવાકાર્યના 25 વર્ષ પૂરા થવાના અવસરે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી આખા જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ મનાવવામાં આવશે. આ અંતર્ગત 17 સપ્ટેમ્બરે સોમનાથ મંદિરમાં જિલ્લા કક્ષાનો ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ થશે. કાર્યક્રમના આયોજન માટે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત કચેરીમાં એક બેઠક મળી હતી. બેઠકમાં કાર્યક્રમને વ્યવસ્થિત અને અલગ અલગ રીતે યોજવા માટે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. કલેક્ટરે કહ્યું કે એક મહિના દરમિયાન રક્તદાન શિબિર, વૃક્ષારોપણ અને સેવાસેતુ જેવા ઘણા કાર્યક્રમો થશે. 17 સપ્ટેમ્બરે સોમનાથ મંદિરમાં સાંજે 7 વાગ્યે જિલ્લા કક્ષાનો ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ થશે. આ ઉપરાંત, વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી રક્તદાન શિબિર યોજાશે. કોડિનાર અને ઉનામાં પણ રક્તદાન શિબિર રાખવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરે જિલ્લાના 1025 બૂથ, 700 ગામડાના સ્થળો, 300 સસ્તા અનાજની દુકાનો અને અલગ અલગ નગરપાલિકાના 39 વોર્ડ સહિતની જગ્યાઓ પર ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ થશે. તાલાલાના શ્રીબાઈ મંદિર, સૂત્રાપાડાના નગદુર્ગા માતાજી મંદિર, ઉનાના મોદેશ્વર મહાદેવ મંદિર, ઉમરેઠી હિરણ-2 ડેમ, દેલવાડા ગુપ્તપ્રયાગ મંદિર અને ગીરગઢડાના મારુતિધામ સ્વામિનારાયણ મંદિર સહિતની જગ્યાઓ પર પણ કાર્યક્રમ થશે. કલેક્ટરે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, ભજન મંડળીઓ, ધૂન મંડળીઓ અને સ્થાનિક નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરી હતી. અલગ અલગ મંદિરો અને ઘરોમાં દીવા પ્રગટાવી વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવવા તેમજ રક્તદાન શિબિરમાં ભાગ લેવા અપીલ કરાઈ છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ડીઆરડીએના નિયામક ડૉ. બી.બી. ડાંગર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ચેતન ખટાણા, પ્રાંત અધિકારી જે.વી. કાકડિયા, સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ડૉ. સંજયભાઈ પરમાર સહિત અલગ અલગ સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan