Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગોધરામાં 17 વર્ષીય કિશોરનું વીજ કરંટથી મોત:મોબાઈલ ચાર્જર કાઢતી વખતે હાથ પ્લગના સંપર્કમાં આવતાં આંચકો લાગ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 30, 2026 👁 3 views
ગોધરામાં 17 વર્ષીય કિશોરનું વીજ કરંટથી મોત:મોબાઈલ ચાર્જર કાઢતી વખતે હાથ પ્લગના સંપર્કમાં આવતાં આંચકો લાગ્યો
ગોધરા તાલુકાના નાના રણછોડપુરા ગામે મોબાઈલ ચાર્જર કાઢતી વખતે વીજ કરંટ લાગવાથી 17 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે. ખરસાલીયા ગામના ગૌરવ કુમાર શૈલેષભાઈ સોલંકી આ ઘટનાનો ભોગ બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌરવ કુમાર નાના રણછોડપુરા ગામે તેમના ઘરે સ્વિચ બોર્ડમાંથી મોબાઈલનું ચાર્જર એડેપ્ટર કાઢી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતે તેમનો હાથ પ્લગના સંપર્કમાં આવતા તેમને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. વીજ કરંટ લાગતા ગૌરવ જમીન પર પટકાયા હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ખરસાલીયા અને નાના રણછોડપુરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ આ દુર્ઘટના અંગે ચર્ચા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan