Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજકોટ શહેર પોલીસ બેડામાં ફેરફાર:17 PSIની આંતરિક બદલી કરવામાં આવી, આગામી દિવસોમાં વધુ પોલીસ કર્મીઓની બદલીનો લીથો જાહેર કરવામાં આવશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 2 views
રાજકોટ શહેર પોલીસ બેડામાં ફેરફાર:17 PSIની આંતરિક બદલી કરવામાં આવી, આગામી દિવસોમાં વધુ પોલીસ કર્મીઓની બદલીનો લીથો જાહેર કરવામાં આવશે
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 9 સપ્ટેમ્બરના રોજ એક સાથે 17 પોલીસ સબ ઇન્સપેકટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબો સમયથી ફરજ બજાવતા 226 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી અને હવે ફરી બાકી રહેલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે જેનો લીથો તૈયાર છે જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક સાથે 17 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પી.જી.આલને તાલુકા પોલીસમાંથી પ્રોસિક્યુશન સેલમાં, આર.કે.ગોહિલને AHTUમાંથી SOGમાં, એમ.જી.સોલંકીને થોરાળા પોલીસમાંથી AHTUમાં, એસ.એમ.સૈયદને ટ્રાફિક શાખામાંથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં, કે.એસ.ભગોરાને ટ્રાફિક શાખામાંથી બી ડિવિઝન પોલીસમાં, જે.આર.સોલંકીને બ ડિવિઝનમાંથી એ ડિવિઝનમાં, બી.આર.ભરવાડને તાલુકામાંથી પ્રદ્યુમનનગરમાં, એમ.આઈ.શેખને તાલુકામાંથી બી ડિવિઝનમાં, આઈ.આઈ.કટિયાને ટ્રાફિકમાંથી રીડર ટુ ટ્રાફિક ડીસીપીમાં, એસ.એસ.જાડેજાને એરપોર્ટમાંથી યુનિવર્સીટીમાં, જે.એન.ગમારાને પ્રદ્યુમનનગરમાંથી તાલુકામાં, આર.કે.સામુદ્રેને કુવાડવામાંથી ટ્રાફિકમાં, એચ.જે.સોલંકીને એ ડિવિઝનમાંથી તાલુકામાં, બી.એસ.ચૌહાણને યુનિવર્સીટીમાંથી આજીડેમ, યુ.કે.બાંભણીયાને મહિલામાંથી કુવાડવા અને એમ.બી.રામાણી રીડરમાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બફલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં એક જ જગ્યાએ ચાર વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અત્યાર સુધી 226 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે અને બાકી રહેલા 50થી વધુ પોળ કર્મચારીઓની બદલીનો લીથો પણ તૈયાર છે જે આગામી નજીકના દિવસોમાં જાહેર કરવામાં આવશે. આ પણ વાંચો : અગાઉ 226 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan