top
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 19 ઠરાવો મંજુર:ભાવનગરમાં રસ્તા, પેવર બ્લોક અને RCC રોડના કામોને મંજૂરી, BMC સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.5.46 કરોડના કામો પાસ
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક આજરોજ ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. શહેરની જનતાને લોકસુખાકારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધુ સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી આ બેઠકમાં રૂ.5 કરોડ 46 લાખના ખર્ચે થનારા કુલ 19 જેટલા વિવિધ વિકાસ કામોના ઠરાવોને મંજૂરી તથા બહાલી આપવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષાને યોજાય હતી જેમાં કુલ જુદા જુદા 19 જેટલા ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં ચિત્રા, ફૂલસર, નારી અને કુંભારવાડા વોર્ડમાં રસ્તાઓના સમારકામ માટે હોટમિક્સ મટીરીયલના ગરમ સપ્લાય અને પેકેજ વાઇઝ 4 પેચ વર્કના કામોને મંજૂરી અપાઈ., ઘોઘા સર્કલ, અકવાડા અને તખ્તેશ્વર વોર્ડમાં પેવર બ્લોક નાખવાના કામો તેમજ ઘોઘા સર્કલ, અકવાડા વોર્ડ અને સોમનાથ નગરમાં નવનીકરણ અર્થે RCC રોડ બનાવવાના કામો મંજૂર કરાયા., શહેરના વિવિધ ખાલી પ્લોટોની સુરક્ષા જળવાઈ રહે તે અર્થે ફરતે તાર ફેન્સિંગ કરવાની કામગીરી હાથ ધરાશે. સિદસર વિસ્તારમાં આધુનિક 'લીનિયર પાર્ક' બનાવવાની વિચારસરણી અંતર્ગત તેનો DPR મંજૂર કરી રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવાનો નિર્ણય લેવાયો., મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા 6.30 મેગાવોટના પવનચક્કી પ્રોજેક્ટ અંગેની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી. બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મારા અને કમિટીના સભ્યો દ્વારા કુલ 19 ઠરાવો મારફતે રૂ.5.46 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. ભાવનગર શહેરના વિકાસની વેગને વધુ મજબૂત કરવા અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળે તે માટે આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે..
Read full article on Divya Bhaskar