top
અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરાનું દંપતી 2 કિલો ગાંજા સાથે પકડાયું:ટ્રોલી બંગની અંદર ગુપ્ત ખાનામાં છૂપાવ્યો હતો, બેંગકોકથી અમદાવાદ આવેલી ફલાઇટમાં હેરાફેરી
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગઇકાલ તા. 1લી સપ્ટેમ્બરના રોજ 6 કરોડની કિંમતના 6 કિલો હાઇબ્રીડ ગાંજાના જથ્થાં સાથે યુવતી ઝડપાઇ હતી. ત્યાં વળી આજે વડોદરાનું એક દંપતી 1928 ગ્રામ ગાંજાના જથ્થાં સાથે ઝડપાયું છે. આ ગાંજાના જથ્થાં સાથે દંપતિની ધરપકડ કરીને આ ગાંજાનો જથ્થો કોના માટે અને કોની પાસેથી લાવ્યા હતા વગેરે બાબતે કસ્ટમ્સ વિભાગે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. આમ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના અને ગાંજાના જથ્થાંની હેરાફેરીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. આની પાછળ કઇ કઇ સિન્ડિકેટ કામ કરી રહી છે તે દિશામાં અન્ય એજન્સીઓએ તપાસ હાથ ધરીને મૂળ સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે. બેંગકોકથી અમદાવાદ આવેલી ફલાઇટમાં ગાંજાની હેરાફેરી થોડાં દિવસો માટે કે પછી અવારનવાર વિદેશની મુલાકાતે જતાં પેસેન્જરોની પ્રોફાઇલ કસ્ટમ્સ વિભાગ દ્રારા બનાવવામાં આવી છે. પેસેન્જરની પ્રોફાઇલીંગના કારણે તેમના પર ક્સ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્રારા બાજનજર રાખવામાં આવી હતી. આજે 2 જી સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી અમદાવાદ આવેલી ફલાઇટ નંબર TG-343માં દંપતી આવી હતી. પાંચ વેક્યુમ-પેક્ડ પેકેટોમાં ગાંજો નીકળ્યો આ દંપતિના સામાનની ચકાસણી કરતાં તેમની ટ્રોલી બેગની અંદર ગુપ્ત ખાનાં બનાવવામાં આવ્યા હતા. આ ગુપ્ત ખાના ખોલીને તપાસ કરતાં બંને ટ્રોલી બેગમાંના દરેક ખાનામાં પાંચ વેક્યુમ-પેક્ડ પેકેટોમાં લીલા રંગનો પદાર્થ છૂપાવેલો મળી આવ્યો હતો. આ પદાર્થની પ્રાથમિક તપાસમાં તે ગાંજો હોવાનું સાબિત થયું હતું. 10 પેકેટોમાં મળી આવેલાં હાઇડ્રોપોનિક્સ મારિજુઆના ( ગાંજા )નું કૂલ વજન 1928 ગ્રામ હતું. દંપતી વડોદરાના રહીશ હોવાનું સામે આવ્યું ગાંજાના જથ્થાં સાથે પકડાયેલાં દંપતિની પૂછતાછ કરતાં તેઓ વડોદરાના રહીશ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ કોની પાસેથી, કયાંથી અને કેટલી કિંમતે લાવવામાં આવ્યો હતો. તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ પ્રતિબંધિત માલને NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે અને બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.
Read full article on Divya Bhaskar