Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

સુરત મનપા સામે ફાયર જવાનોનું વિરોધ પ્રદર્શન:વર્ગ-2 અને 3 ના બદલે વર્ગ-4 ના માર્શલોને કેમ ACBના પંચ બનાવાય છે?, અધિકારીઓની દાદાગીરી સામે લડતનું એલાન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 21, 2026 👁 2 views
સુરત મનપા સામે ફાયર જવાનોનું વિરોધ પ્રદર્શન:વર્ગ-2 અને 3 ના બદલે વર્ગ-4 ના માર્શલોને કેમ ACBના પંચ બનાવાય છે?, અધિકારીઓની દાદાગીરી સામે લડતનું એલાન
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ તેમજ સિક્યુરિટી અને 'વોચ એન્ડ વોર્ડ' હેઠળ ફરજ બજાવતા માર્શલો પાસે તેમના મૂળ કાર્યક્ષેત્ર સિવાયની જોખમી કામગીરી કરાવવા સામે કર્મચારીઓમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. માર્શલોને સિક્યુરિટી ઉપરાંત દબાણ હટાવવા અને રખડતા શ્વાન પકડવા જેવી કામગીરી સોંપાયા બાદ હવે પોલીસ અને એસીબી (ACB) ના કેસોમાં પંચ સાક્ષી તરીકે ઊભા રાખવામાં આવતાં ફાયર જવાનો અને માર્શલોએ તાપી ભવન કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓનો આ જોખમી કામગીરી કરવાનો ઇનકાર: અજય વસાવા ફાયર જવાન અજય વસાવાએ જણાવ્યું હતું કે, સામાન્ય વહીવટ વિભાગ અને મધ્યસ્થ મહેકમના નિયમ અનુસાર પોલીસ કે ACB ટ્રેપમાં પંચ સાક્ષી તરીકે વર્ગ-2 અને વર્ગ-3ના કર્મચારીઓને મોકલવાના હોય છે. તેમ છતાં વર્ગ-4 ના ફાયર માર્શલોને નિયમ વિરુદ્ધ પંચ સાક્ષી બનાવાય છે. જ્યારે કર્મચારીઓ આ જોખમી કામગીરી કરવાનો ઇનકાર કરે છે, ત્યારે ઉપરી અધિકારીઓ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા 'તમારે જવું જ પડશે' તેવું કહીને માનસિક શોષણ અને હેરાનગતિ કરવામાં આવે છે. કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને માંગ કરી છે કે સરકારી પરિપત્રનું ચુસ્ત પાલન કરવામાં આવે અને માર્શલોને માત્ર તેમની નિયત સુરક્ષા તથા આપાતકાલીન ફરજો પૂરતા જ સીમિત રાખવામાં આવે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan