top
કર્ણાટકમાં ચિકન અને ફોનને લઈને 2 હત્યાઓ:બેલગાવીમાં મિત્રએ વધુ ચિકન ખાવા બદલ છરી મારી; મંગલુરુમાં ફોન માટે મોટા ભાઈની હત્યા
કર્ણાટકના બેલગાવીમાં મિત્રએ વધુ ચિકન ખાધું, તો મિત્રએ તેની ચાકુ મારીને હત્યા કરી દીધી. જ્યારે મેંગલુરુમાં ભાઈઓ વચ્ચે ફોનને લઈને ઝઘડો થયો, ગુસ્સામાં નાના ભાઈએ મોટા ભાઈ પર ચાકુ ચલાવી દીધું. બંને સમાચાર વિગતવાર વાંચો. બેલગાવી: રજાના દિવસે દારૂ અને ચિકન પાર્ટી કરી રહ્યા હતા કર્ણાટકના બેલગાવીમાં બે મિત્રો સીતારામ અને અરુણ પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે એકબીજા કરતાં વધુ ચિકન ખાવા બાબતે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે એકે ગુસ્સામાં બીજાના છાતીમાં ચાકુ મારી દીધું. હુમલામાં સીતારામનું મોત થયું. ઘટના બાદ આરોપી અરુણ, સીતારામને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેણે મિત્રના બિલ્ડિંગ પરથી પડી જવાનો દાવો કર્યો. બંને બેલગાવીની સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા. હત્યાને અકસ્માત બતાવવાનો પ્રયાસ શરૂઆતમાં આરોપીએ હત્યાને અકસ્માત બતાવવાનો પ્રયાસ કર્યો. તેણે સીતારામ બિલ્ડિંગ પરથી પડી ગયા હોવાનો દાવો કર્યો. ગંભીર ઈજાઓને કારણે સીતારામનું મૃત્યુ થયું. બંને ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના કબીરગંજ ગામના રહેવાસી હતા. પોલીસે મામલાની તપાસ કરી અને આરોપીની પૂછપરછ કરી, તો અરુણે ચાકુ મારવાની વાત કબૂલી લીધી. મેંગલુરુ: ફોન ચલાવવા બાબતે ઝઘડો થયો, ગુસ્સામાં મોટા ભાઈની હત્યા કરી નાખી બીજી ઘટના કર્ણાટકના મેંગલુરુમાં રવિવારે રાત્રે 10:30 વાગ્યાની છે. જ્યાં બે ભાઈઓ વચ્ચે ફોનને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન નાના ભાઈ રાજુએ મોટા ભાઈ આદિવેપ્પા પર ચપ્પુ વડે હુમલો કર્યો. મોડી રાત્રે જ્યારે તેમની માતા દુકાન બંધ કરીને ઘરે પાછી ફરી, ત્યારે આદિવેપ્પાનો લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો. આદિવેપ્પાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. બંને ભાઈઓ વચ્ચે એક જ ફોન હતો પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી, તો જાણવા મળ્યું કે બંને ભાઈઓ પાસે એક જ ફોન હતો. જેના કારણે ઝઘડો થયો. ત્યારબાદ આરોપી રાજુની ધરપકડ કરવામાં આવી.
Read full article on Divya Bhaskar