Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

કાર્યવાહી:પ્રાંતિજની દલપુર અંબુજા કંપનીમાંથી 2 લાખનો કોપર ચોરનાર બે પકડાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
કાર્યવાહી:પ્રાંતિજની દલપુર અંબુજા કંપનીમાંથી 2 લાખનો કોપર ચોરનાર બે પકડાયા
સાબરકાંઠા એલસીબીની ટીમે પ્રાંતિજના દલપુર સ્થિત ગુજરાત અંબુજા કંપનીના નિર્માણાધીન ન્યૂ સ્ટાર્ચ પ્લાન્ટમાંથી થયેલી 2 લાખની કોપર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી થયેલા કોપરના રોલ, ઇકો અને મોબાઇલ સહિત કુલ ₹7,64,306 નો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરી છે. મુખ્ય સાગરીત ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. એલસીબીને સંયુક્ત બાતમી મળી હતી કે,કાર નંબર GJ-09-BN-9848માં 2 શખ્સો ચોરીનો કોપર લઈને હિંમતનગર ધાણધા રેલ્વે ફાટક પાસે વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે. બાતમી આધારે ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ કારને આંતરી તલાશી લેતાં કારમાંથી તાંબાની પટ્ટીઓના રોલ મળ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે તેમના સાગરીત સાથે મળીને દલપુર સ્થિત અંબુજા કંપનીના નવા પ્લાન્ટમાંથી કોપર પટ્ટીઓ, વાયર કેબલ અને મોટરો ચોરી કરી હતી. જેકીકુમાર દશરથભાઈ ચંદુભાઈ મારવાડી (રહે. ઓડ વાસ, હિંમતનગર), દીપક ટીનુભાઈ મોહનભાઈ વાઘેલા (રહે. વાઘેલાવાસ, મોટા મહોલ્લા, હિંમતનગર)ની અટકાયત કરી વોન્ટેડ રાકેશ ઉર્ફે ધનિયો રાજુભાઈ પટણી (રહે. ગીરધરનગર આવાસ યોજના, હિંમતનગર, મૂળ રહે. શહેર કોટડા, અમદાવાદ) પકડવા તજવીજ હાથ ધરી છે. રાકેશ રીઢો ગુનેગાર છે. જેના વિરુદ્ધ અમદાવાદના રાણીપ, ઓઢવ, શહેર કોટડા તેમજ ગ્રામ્ય પોલીસ મથકે અગાઉ ચોરી સહિતના 5 ગુના નોંધાઈ ચૂક્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan