Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સંઘર્ષ:હારિજની ડૉ.હિરલે પિતાની માનસિક બીમારી વચ્ચે 2 વખત UPSCની નિષ્ફળતા છતાં હાર ન માની GPSC પાસ કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 5 views
સંઘર્ષ:હારિજની ડૉ.હિરલે પિતાની માનસિક બીમારી વચ્ચે 2 વખત UPSCની નિષ્ફળતા છતાં હાર ન માની GPSC પાસ કરી
હારિજની સરકારી શાળા અને જવાહર નવોદય વિદ્યાલય,પાટણમાં અભ્યાસ કરનાર ડૉ. હિરલ વણકરે તમામ પડકારો ઝીલીને GPSC પાસ કરી DySPનું પદ મેળવ્યું છે. હારિજના નાનકડા દેલવાડા ગામના ડૉ. હિરલના પિતા નરેશભાઈ પરમાર શિઝોફ્રેનિયા નામની ગંભીર માનસિક બીમારીથી પીડાતા હતા, જેનો બીજો એટેક 2016થી 2021 દરમિયાન રહ્યો હતો. માતા-પિતા બંને અશિક્ષિત હોવાથી અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં મોસાળ પક્ષના સપોર્ટ અને પોતાની અડગ નિશ્ચયશક્તિથી તેમણે સપનાઓને જીવંત રાખ્યા.2017થી 2021 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ ફિઝિયોથેરાપી (BPT) પૂર્ણ કર્યા બાદ 2021માં કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સેવા આપી હતી. ત્યારબાદ અમદાવાદમાં એક ઓરડાના ઘરમાં બેસીને તૈયારી સાથે માસ્ટર ઑફ સોશિયોલોજી કર્યું અને અમદાવાદ SPIPA ખાતે રહીને જીપીએસસીની તૈયારી શરૂ કરી. યુપીએસસીમાં બે વખત નિષ્ફળતા મળ્યા બાદ જીપીએસસીની પ્રથમ આપેલી પરીક્ષામાં તેઓ અંતિમ તબક્કે માત્ર 4 માર્ક્સ માટે રહી ગયા હતા. આમ છતાં હાર માન્યા વગર જૂન 2025માં DySO તરીકે પસંદગી મેળવી અને ત્યારબાદ DySP બનવાનું તેમના પતિ પ્રવિણ કુમારના સતત સ્પોર્ટથી સ્વપ્ન સાકાર કર્યું. તમારો સંકલ્પ જ તમારી મંઝિલ મારી સફર ક્યારેય સરળ નહોતી. પિતાની બીમારી અને પરિવારની સ્થિતિ વચ્ચે સંજોગો અનુકૂળ નહોતા. યુપીએસસીની નિષ્ફળતા અને જીપીએસસીમાં 4 માર્ક્સથી રહી જવાની ક્ષણો કઠિન હતી, પણ મેં લક્ષ્ય છોડ્યું નહીં. હું માનું છું કે તમારી આર્થિક સ્થિતિ કે સરકારી શાળામાં ભણવું એ સફળતામાં અવરોધ નથી બનતું. જો સતત મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ સપનું અશક્ય નથી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan