Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

બોપલમાં શેઠે રૂપિયા લઈ કર્મચારીને વ્યાજની ચૂંગાલમાં ફસાવ્યો:ચાર વ્યાજખોરોએ 20 લાખની સામે 26 લાખ વસૂલ્યા, મારઝૂડ કરી દાગીના અને કાર પડાવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 3 views
બોપલમાં શેઠે રૂપિયા લઈ કર્મચારીને વ્યાજની ચૂંગાલમાં ફસાવ્યો:ચાર વ્યાજખોરોએ 20 લાખની સામે 26 લાખ વસૂલ્યા, મારઝૂડ કરી દાગીના અને કાર પડાવ્યા
અમદાવાદના બોપલ વિસ્તારમાં ઓફિસના માલિકે લીધેલા વ્યાજે નાણાંની ઉઘરાણીમાં તેના નિર્દોષ કર્મચારીને વ્યાજચક્રમાં ફસાવી ધાકધમકી આપવા, મારઝૂડ કરી કાર અને દાગીના પડાવી લેવાના ગંભીર ગુનાનો બોપલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે પીડિત કર્મચારીની ફરિયાદના આધારે 4 વ્યાજખોરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. 10%ના ઊંચા વ્યાજે ₹20 લાખ લીધા શીલજમાં રહેતા દર્શનભાઈ પુરોહિત સિંધુ ભવન રોડ પર આવેલી એકેડેમીમાં નોકરી કરે છે. વર્ષ 2024 માં કંપનીના માલિક ગૌરવને ધંધા માટે નાણાંની જરૂર પડતાં તેમણે આરોપી વિશાલ દેસાઈ પાસેથી 10% ઊંચા વ્યાજે ₹20 લાખ લીધા હતા. માલિક પૈસા ચૂકવી ન શકતાં તેમણે દર્શનભાઈ પર દબાણ કરી તેમની કિયા કાર આરોપીઓ પાસે ગિરવે મુકાવી દીધી હતી. ₹12 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મારઝૂડ કરી બાદમાં આરોપીઓએ ડરાવી-ધમકાવી કારનું લખાણ કરાવી લીધું હતું અને બ્લેન્ક ચેકો સહી કરાવી લીધા હતા. કાર પાછી મેળવવા દર્શનભાઈએ ₹12 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવા છતાં વ્યાજખોરો ઘરે આવી મારઝૂડ કરતા હતા. બળજબરીથી ઘરમાં ઘૂસી તેમની પત્નીની ₹1.60 લાખની ચેઈન અને માતાનું ₹6 લાખનું સોનાનું મંગળસૂત્ર કઢાવી લીધું હતું. ₹26 લાખ વસૂલ્યા છતાં ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસ છેલ્લા 2 વર્ષમાં આરોપીઓએ વ્યાજના નામે દર્શનભાઈ પાસેથી કુલ ₹26.05 લાખ બળજબરીથી વસૂલ કરી લીધા હતા. છતાં હજુ રકમ બાકી છે તેમ કહી દર્શનભાઈનો ફ્લેટ પોતાના નામે લખાવી આપવા ધમકીઓ આપતા હતા. ઝડપાયેલા આરોપીઓ આરોપીઓ પૈકી વિશાલ દેસાઈ અને વિક્રમ દેસાઈ સામે વર્ષ 2023માં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો પણ નોંધાયેલો છે. બોપલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan