Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

વિસાવદરમાં બાયપાસ માટે સરકારે પ્રથમ તબક્કે 20 કરોડ મંજૂર કર્યા:બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેને વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સાથે જોડતો બાયપાસ બનશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
વિસાવદરમાં બાયપાસ માટે સરકારે પ્રથમ તબક્કે 20 કરોડ મંજૂર કર્યા:બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેને વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સાથે જોડતો બાયપાસ બનશે
જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં વધતા ટ્રાફિક ભારણને હળવું કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર શહેર ફરતે બાયપાસ રોડ બનાવવાની કામગીરીના પ્રથમ તબક્કા માટે રૂ.20 કરોડની મંજૂરી આપી છે. આ બાયપાસ બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેને વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સાથે જોડશે. સ્થાનિકોની રજૂઆત બાદ સરકારનો નિર્ણય વિસાવદરના સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનોએ શહેરમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બાયપાસ રોડ બનાવવાની માંગ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ આપીને માર્ગ અને મકાન વિભાગને પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ.20 કરોડ મંજૂર કર્યા છે. જમીન સંપાદન અને DPRની કામગીરી હાથ ધરાશે મંજૂર થયેલી રકમનો ઉપયોગ બાયપાસના બાંધકામ પહેલાંની જરૂરી કામગીરી માટે કરવામાં આવશે. જેમાં જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ તેમજ ડીપીઆર (DPR) તૈયાર કરવા સહિતની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બાયપાસના બાંધકામ માટેનો માર્ગ વધુ મોકળો બનશે. અનેક મહત્વના માર્ગો વિસાવદરમાંથી પસાર થાય છે વિસાવદર મહત્વના માર્ગોના જોડાણનું કેન્દ્ર હોવાથી શહેરમાં સતત વાહનવ્યવહાર રહે છે. અમરેલીથી સોમનાથ જતો મુખ્ય માર્ગ વિસાવદર થઈને પસાર થાય છે. આ ઉપરાંત બગસરા, જેતપુર, ધારી અને સાવરકુંડલા તરફના માર્ગો તેમજ વિસાવદર-સતાધાર, વિસાવદર-જુનાગઢ, મેંદરડા અને કેશોદ તરફના સ્ટેટ હાઇવે પણ શહેરમાંથી પસાર થાય છે. જેના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધે છે. ધાર્મિક અને પ્રવાસન સ્થળોના કારણે પણ વધે છે વાહનવ્યવહાર વિસાવદર આસપાસ સતાધાર યાત્રાધામ, સાસણગીર ફોરેસ્ટ, કનકેશ્વરી મંદિર, રૂપલ ધામ રામપરા, નાગબાઈ મંદિર રામપરા અને સંત શ્રી રોહીદાસ મંદિર સરસઈ સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળો આવેલા છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવતા હોવાથી બહારગામના વાહનોની અવરજવર પણ વધે છે. બાયપાસ બનવાથી શહેરને ટ્રાફિકમાંથી રાહતની આશા બાયપાસ રોડનું આયોજન પૂર્ણ થયા બાદ ભારે વાહનો અને બહારગામથી આવતા વાહનોને શહેરની બહારથી પસાર થવા માટે વૈકલ્પિક માર્ગ મળી શકશે. પરિણામે વિસાવદર શહેરના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને સ્થાનિક નાગરિકોને વાહનવ્યવહારમાં મોટી રાહત મળવાની આશા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan