crime
'2008ને ન ભૂલતા', અમદાવાદ સહિત રાજ્યભરની જેલને ઉડાવવાની ધમકી:અજાણ્યા શખસે DGP ઓફિસને ઈમેઈલ કરી ધમકી આપી, તમામ જેલમાં તપાસ શરૂ
અમદાવાદ સહિત રાજ્યભરની જેલને ઉડાવવાની ધમકી મળી છે. અજાણ્યા શખસે ઈમેઈલ દ્વારા જેલને ઉડાવવાની ધમકી આપી છે. ઈમેઈલમાં જેલને ઉડાવી દેવાશે તેવી ધમકી આપવામાં આવી છે, જેને લઈને પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડથી જેલમાં તપાસ કરવામાં આવશે. હાલ સ્થાનિક પોલીસની ટીમ જેલ પર પહોંચી છે. DGP ઓફિસ આ ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે, જે બાદ રાજ્યની તમામ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યની DG ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ,1 મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. 2008ને ન ભૂલતા તેવો પણ ઇમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાનના નામથી ઇમેઇલ કરવામાં આવ્યો છે. 7 દિવસ પહેલા જ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી હતી. સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલય સહિત 8 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં ધમકીભર્યાં મેઈલમાં ઉલ્લેખ કરાયો હતો કે, ‘બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે’.આ પણ વાંચો આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
Read full article on Divya Bhaskar