top
"વિરાસત લોકમેળા-2026"માં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા:સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત મેળામાં 'મોતનો કૂવો' નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત "વિરાસત લોકમેળા-2026"માં હાજર રહ્યા. તેમની સાથે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને મેયર રાકેશકુમાર રાઠોડ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. મંત્રીએ મેળામાં 'મોતનો કૂવો' નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે કહ્યું કે, લોકમેળા આપણી સંસ્કૃતિ અને લોકજીવનનો મહત્વનો ભાગ છે. આવા આયોજનથી લોકોને મનોરંજન મળે છે અને સ્થાનિક કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે. તેમણે મેળાના સારા આયોજન બદલ મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટીતંત્રને અભિનંદન આપ્યા. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અન્ય મહાનુભાવો સાથે મેળામાં ફર્યા હતા. તેમણે મેળાનું મુખ્ય આકર્ષણ 'મોતનો કૂવો' પણ જોયો. ત્યાં કલાકારો દ્વારા રજૂ કરાતા જોખમી સ્ટંટ્સની પ્રશંસા કરી તેમનો ઉત્સાહ વધાર્યો. આયોજકો અને સ્થાનિક પદાધિકારીઓએ મંત્રીનું સ્વાગત કર્યું. મહાનુભાવોએ તેમને મોમેન્ટો, સાલ, કોટી અને પાઘડી પહેરાવી સન્માનિત કર્યા. આ મુલાકાત સમયે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ગજાનનભાઈ ચૌહાણ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ અને મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ હાજર હતા. તેમની સાથે અન્ય ઘણા મહાનુભાવો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar