Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

📰 Abp News 🕐 1 min read 📅 August 15, 2026 👁 6 views
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

Census 2027 self enumeration: કેન્દ્ર સરકારે આગામી 'વસ્તી ગણતરી 2027' (Census 2027) માટેની તૈયારીઓ ધમધમાટ શરૂ કરી દીધી છે. આ વખતે સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવા માટે 40 જેટલા પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં ખાસ કરીને જાતિ અને કોવિડ-19 ની રસીને લગતી માહિતી પણ માંગવામાં આવશે. જે વિસ્તારો બરફથી ઢંકાયેલા રહે છે, ત્યાં ઘરની યાદી (હાઉસ લિસ્ટિંગ) બનાવવાનું કામ 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે અને ત્યારબાદ સત્તાવાર ગણતરી શરૂ થશે.

આ વખતે સૌથી મોટી અને મહત્વની સુવિધા એ આપવામાં આવી છે કે નાગરિકો 'સ્વ-ગણતરી' (Self-Enumeration) નો વિકલ્પ પસંદ કરીને ઓનલાઈન પોતાની માહિતી જાતે જ દાખલ કરી શકશે. આ માટે 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઘણા લોકોના મનમાં સવાલ છે કે આ સ્વ-ગણતરી શું છે અને તેનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું? તો ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ.

'ઘરની યાદી' (House Listing) નો તબક્કો શું છે?

આ વખતની વસ્તી ગણતરી બે અલગ-અલગ તબક્કામાં થવાની છે. પ્રથમ તબક્કામાં 'ઘરની યાદી' એટલે કે હાઉસ લિસ્ટિંગ તૈયાર કરવામાં આવશે અને બીજા તબક્કામાં લોકોની ગણતરી થશે. પહેલા તબક્કામાં સરકારી અધિકારીઓ ઘરે-ઘરે જઈને માહિતી ભેગી કરશે અને ઘરના નંબર રેકોર્ડ કરીને મકાનોની ગણતરી કરશે. પરંતુ, સારી વાત એ છે કે આ પ્રક્રિયા તમે ઓનલાઈન પોર્ટલ દ્વારા જાતે પણ કરી શકો છો.

તમારા પરિવારના વડા (મુખિયા) અથવા અન્ય કોઈ સભ્ય પોર્ટલ પર જઈને પોતાના ઘર અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની માહિતી દાખલ કરી શકે છે. પણ હા, એક ખાસ વાત ધ્યાનમાં રાખજો કે એક મોબાઈલ નંબરથી માત્ર એક જ પરિવાર લોગ-ઇન કરી શકશે. આ તમામ માહિતી પરિવારના વડાના નામે જ દાખલ કરવાની રહેશે અને એકવાર નામ લખ્યા પછી તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં.

સ્વ-ગણતરી (Self-Enumeration) નો સમયગાળો શું છે?

સ્વ-ગણતરી એ સરકાર દ્વારા આપવામાં આવેલી એક ખાસ અને નવી સુવિધા છે. જે-તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘરની યાદી બનાવવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થાય, તેના બરાબર 15 દિવસ પહેલા આ ઓનલાઈન પોર્ટલ લોકો માટે ખોલવામાં આવશે. અને યાદ રહે, આ પોર્ટલ માત્ર 15 દિવસ માટે જ ખુલ્લું રહેશે, ત્યારબાદ તે બંધ થઈ જશે.

ઓનલાઈન પોર્ટલ પર માહિતી કેવી રીતે ભરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા)

પોર્ટલ ખોલો: સૌથી પહેલા તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં https://se.census.gov.in/ વેબસાઈટ ઓપન કરો.

રાજ્ય પસંદ કરો: હવે તમારું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ (જેમ કે ગુજરાત) સિલેક્ટ કરો.

વિગતો અને OTP: ત્યારબાદ પરિવારના વડાએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે, અને પોતાની પસંદગીની ભાષા (જેમ કે ગુજરાતી) સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મોબાઈલ પર આવેલો OTP નાખીને વેરિફિકેશન પૂરું કરો.

લોકેશન સેટ કરો: હવે સ્ક્રીન પર તમને જિલ્લો અને નજીકની જાણીતી જગ્યા (Landmark) નાખવાનો વિકલ્પ મળશે. ત્યાં ક્લિક કરતા જ નકશો (મેપ) ખુલશે, જેમાં તમારે માર્કર (પીન) મૂકીને તમારા ઘરનું ચોક્કસ લોકેશન બતાવવાનું રહેશે.

પ્રશ્નોના જવાબ આપો: લોકેશન સેવ કર્યા પછી HLO (હાઉસ લિસ્ટિંગ ઓપરેશન) પ્રશ્નાવલીનું પેજ ખુલશે. તેમાં મોટાભાગના પ્રશ્નોમાં ઓપ્શન આપેલા હશે, જેમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

ખૂટતી માહિતીની ચેતવણી: જો ફોર્મ ભરતી વખતે તમે ભૂલથી કોઈ પ્રશ્ન છોડી દીધો હશે કે કોઈ વિગત અધૂરી હશે, તો સિસ્ટમ તરત જ તમને એડવાન્સમાં નોટિફિકેશન આપીને ચેતવશે.

સબમિટ કરો: ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરાઈ જાય, એટલે એકવાર શાંતિથી બધું ચેક કરી લો અને પછી 'સબમિટ' બટન પર ક્લિક કરો.

SC ID સાચવી રાખો: ફોર્મ સબમિટ થતાં જ સ્ક્રીન પર 'H' અક્ષરથી શરૂ થતો 11 આંકડાનો એક સ્પેશિયલ 'SC ID' (Self-Census ID) જનરેટ થશે. આ ID તમને તમારા મોબાઈલ પર SMS દ્વારા પણ મળી જશે.

આ SC ID તમારે સાચવીને રાખવાનો છે. જ્યારે વસ્તી ગણતરી કરતા અધિકારીઓ (તપાસકર્તાઓ) તમારા ઘરે આવે, ત્યારે તમારે તેમને માત્ર આ 11 આંકડાનો SC ID જ આપવાનો રહેશે, જેથી તેમણે ફરીથી તમારી માહિતી માંગવી નહીં પડે.

વસ્તી ગણતરીમાં પૂછાનારા 40 પ્રશ્નોની સંપૂર્ણ યાદી:

અહીં એ તમામ પ્રશ્નોની યાદી આપવામાં આવી છે જે તમારે વસ્તી ગણતરી વખતે ભરવાના રહેશે:

વ્યક્તિનું પૂરું નામ

પરિવારના વડા (મુખિયા) સાથેનો સંબંધ

લિંગ (Gender)

જન્મ તારીખ અને ઉંમર (પૂરા થયેલા વર્ષોમાં)

વર્તમાન વૈવાહિક સ્થિતિ (Marital Status)

લગ્ન સમયે ઉંમર (પૂરા થયેલા વર્ષોમાં)

જીવનસાથી (પતિ/પત્ની) નું નામ

રાષ્ટ્રીયતા (Nationality)

ધર્મ (Religion)

શું તમે અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જનજાતિ (ST) કે અન્ય કોઈ જાતિના છો?

પિતાનું નામ

પિતાને લગતી અન્ય વિગતો

માતાનું નામ

માતાને લગતી અન્ય વિગતો

કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક અપંગતા

માતૃભાષા

માતૃભાષા સિવાય અન્ય જાણીતી ભાષાઓ

સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ

શૈક્ષણિક સંસ્થામાં હાજરીની સ્થિતિ (ભણો છો કે નહીં)

ઉચ્ચતમ શૈક્ષણિક સ્તર (Highest Education) અને કયા પ્રવાહ/વિષયમાં અભ્યાસ કર્યો છે

શું ગયા વર્ષ દરમિયાન ગમે ત્યારે કામ કર્યું હતું?

આર્થિક પ્રવૃત્તિની શ્રેણી કઈ છે?

તમારો વ્યવસાય (Occupation) શું છે?

તમારા ઉદ્યોગ, વેપાર અથવા સેવાની પ્રકૃતિ કેવી છે?

કામદારની શ્રેણી (Class of worker)

બિન-આર્થિક પ્રવૃત્તિ (જેઓ સીમાંત, અર્ધ-સીમાંત અને કામ નથી કરતા તેમના માટે)

કામની શોધમાં છો કે કામ કરવા માટે ઉપલબ્ધ છો? (બેરોજગારો માટે)

કાર્યસ્થળ (ઓફિસ/દુકાન) સુધી પહોંચવાની મુસાફરી અંગેની વિગત

છેલ્લા રહેઠાણ છોડવાનું કારણ (સ્થળાંતર માટેનું કારણ)

છેલ્લા સ્થળાંતર પછી આ ગામ અથવા નગરમાં રહેવાનો સમયગાળો

કાયમી રહેણાંકનું પૂરું સરનામું

હાલમાં જીવિત બાળકોની સંખ્યા (પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલી અને અલગ થયેલી મહિલાઓ માટે)

જીવંત જન્મેલા બાળકોની કુલ સંખ્યા (મહિલાઓ માટે)

છેલ્લા એક વર્ષ દરમિયાન જીવંત જન્મેલા બાળકોની સંખ્યા (હાલમાં પરિણીત મહિલાઓ માટે)

કોવિડ-19 (COVID-19) નું રસીકરણ કયા સ્થળેથી કરાવ્યું?

તમારા કુલ બેંક ખાતાઓની સંખ્યા કેટલી છે?

તમારો મોબાઇલ નંબર (જો આપવા માંગતા હોવ તો)

તમારો આધાર કાર્ડ નંબર (જો ઉપલબ્ધ હોય તો)

તમારો મતદાર ID (Voter ID) નંબર (જો ઉપલબ્ધ હોય તો)

તમારો પાસપોર્ટ નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપલબ્ધ છે કે નહીં તેની વિગત (જો ભારતીય પાસપોર્ટ/લાઇસન્સ ધારક હોય તો)

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan