Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સેવા સેતુ 2.1ની બેઠક:ગ્રામીણ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આયોજન અને અમલ અંગે ચર્ચા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 2 views
સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સેવા સેતુ 2.1ની બેઠક:ગ્રામીણ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આયોજન અને અમલ અંગે ચર્ચા
ગ્રામીણ વિસ્તારના લોકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળે તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં 'સેવા સેતુ (ગ્રામ્ય) 2.1' ના આયોજન અને અમલ માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને થઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, ધારાસભ્ય પી.કે. પરમાર અને કિરીટસિંહ રાણા હાજર રહ્યા હતા. બધા જનપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેવા સેતુ કાર્યક્રમને વધુ સારો અને ફાયદાકારક બનાવવા માટે સૂચનો આપ્યા હતા. બેઠક દરમિયાન ગામોના ક્લસ્ટર પ્રમાણે સેવા સેતુ કેમ્પ ગોઠવવા વિશે વિગતવાર ચર્ચા થઈ. છેવાડાના લોકોને પણ સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે અને એક જ જગ્યાએથી જરૂરી દાખલા અને સેવાઓ મળી શકે તે માટે અધિકારીઓને સાથે મળીને કામ કરવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, નિવાસી અધિક કલેક્ટર વી.ડી. સાકરીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમ મકવાણા અને પારસ મકવાણા સહિત ઘણા અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લામાં 'રાષ્ટ્રીય પોષણ માસ' ની ઉજવણીના આયોજન માટે પણ કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક થઈ હતી. આ બેઠકમાં આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં થનારી વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ, જનજાગૃતિ કાર્યક્રમો, કુપોષણ દૂર કરવા, અને સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોમાં પોષણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ. કલેક્ટરે પોષણ માસના આયોજનને વધુ અસરકારક બનાવવા માટે આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણનો સંદેશો દરેક પરિવાર સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો. તેમણે વિવિધ વિભાગો સાથે સારો તાલમેલ સાધીને લોકોની ભાગીદારી વધારવા અને પોષણ સંબંધિત પ્રવૃત્તિઓમાં વધુ લાભાર્થીઓને જોડવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓ અને કર્મચારીઓને પોષણ માસ દરમિયાન સોંપાયેલી બધી કામગીરીનું સમયસર અને અસરકારક રીતે આયોજન કરીને અમલ કરવા સૂચના અપાઈ. જિલ્લામાં પોષણ સંબંધિત પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan