top
વિઝા અપાવવાના બહાને બાપુનગરના યુવક પાસેથી 21.25 લાખ પડાવ્યા:બે વખત યુ.કે. ના વિઝા રિજેક્ટ થયા છતાં પ્રોસેસના નામે લાખો લઈ પરત ન આપ્યા
અમદાવાદના બાપુનગરમાં રહેતા યુવકે યુ.કે વર્ક પરમિટ વિઝા પર જવાનું હોવાથી નવરંગપુરા ખાતે આવેલી વિઝા કંપનીમાં આપ્યું હતું. વિઝા કંપનીના માલિક દ્વારા વિઝા અપાવવાના નામે 27 લાખ મેળવ્યા હતા. યુવકના બે વખત વિઝા રિજેક્ટ થતા યુવકે પોલીસ ફરિયાદની ધમકી આપતા 5.75 લાખ પરત આપવામાં આવ્યા હતા, બાકીના 21.25 લાખ પરત ન આપતા યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અભિષેકે ટુકડે ટુકડે અંકિતને 27 લાખ આપ્યા બાપુનગરમાં રહેતા 27 વર્ષીય અભિષેક ગોટી નામના યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેને યુ.કે વર્ક પરમિટ પર જવું હતું જેથી લૉ ગાર્ડન પાસે આવેલી SYNTROFIA ઓવરસીઝ કંપનીમાં સંપર્ક કર્યો હતો. કંપનીના માલિક અંકિતે અભિષેકને વિઝા માટે 28.51 લાખ નક્કી કર્યા હતા. અભિષેકે ટુકડે ટુકડે અંકિતને 27 લાખ આપ્યા હતા. 21.25 લાખની છેતરપિંડી કરી, ફરિયાદ નોંધાઈ અંકિતે પ્રોસેસ શરૂ કરી હતી જેમાં એક વખત અભિષેકના વિઝા રિજેક્ટ થયા હતા જે બાદ બીજી વખત પણ પ્રોસેસ કરી ત્યારે પણ અભિષેકના વિઝા રિજેક્ટ થયા હતા. વિઝા રિજેક્ટ થતા અભિષેક પોલીસ ફરિયાદ કરવાનું કહીને પૈસા પરત માંગ્યા હતા ત્યારે અંકિતે માત્ર 5.75 લાખ પરત આપ્યા હતા. અભિષેકે અંકિત વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar