Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

22 વર્ષની યુવતીમાંથી 1.8 કિલોનું ટ્યુમર દૂર:પાટણની શંકુસ હોસ્પિટલમાં ફર્ટિલિટી જાળવી રાખી સફળ સર્જરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 6 views
22 વર્ષની યુવતીમાંથી 1.8 કિલોનું ટ્યુમર દૂર:પાટણની શંકુસ હોસ્પિટલમાં ફર્ટિલિટી જાળવી રાખી સફળ સર્જરી
પાટણ સ્થિત શંકુસ કેન્સર હોસ્પિટલમાં 22 વર્ષની નવવિવાહિત યુવતીના જમણા અંડાશયમાંથી 1.8 કિલોગ્રામ વજનનું વિશાળ ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું છે. યુવતીને સંતાન ન હોવાથી, ભવિષ્યમાં માતૃત્વની શક્યતા જળવાઈ રહે તે માટે ગર્ભાશય અને ડાબું સ્વસ્થ અંડાશય સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સર્જરી બાદ દર્દીની સ્થિતિ સ્થિર છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહી છે. દર્દીને છેલ્લા 15 દિવસથી પેટમાં અચાનક તીવ્ર દુખાવાની ફરિયાદ હતી. હોસ્પિટલમાં કરાયેલા અલ્ટ્રાસાઉન્ડ અને એમ.આર.આઈ. તપાસમાં જમણા અંડાશયમાં એક મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. રક્ત તપાસમાં કેટલાક ટ્યુમર માર્કર્સ વધેલા જોવા મળ્યા હતા, જ્યારે ગર્ભાવસ્થાની સંભાવના નકારવામાં આવી હતી. મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કેયુર પનસારા દ્વારા પ્રાથમિક તપાસ બાદ, મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડમાં વિસ્તૃત ચર્ચા કરીને સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. સુદીપ હલદાર દ્વારા લૅપરોટોમી કરીને રાઇટ સેલ્પિંગો-ઓઓફોરેક્ટોમિ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન 1.8 કિલોગ્રામનું ટ્યુમર ફાટ્યા વગર (Intact Removal) સંપૂર્ણપણે બહાર કાઢવામાં આવ્યું હતું. આ ગાંઠને હિસ્ટોપેથોલોજીકલ તપાસ માટે મોકલવામાં આવી છે, જેના આધારે તે સૌમ્ય છે કે કેન્સરયુક્ત તે નક્કી થશે અને આગળની સારવારનો નિર્ણય લેવાશે. તબીબોના જણાવ્યા મુજબ, અંડાશયની દરેક ગાંઠ કેન્સર હોતી નથી અને ઘણી ગાંઠો સૌમ્ય હોય છે. પેટમાં અચાનક કે સતત દુખાવો, પેટ ફૂલવું કે ભારેપણું જેવા લક્ષણો જણાય તો સમયસર તપાસ કરાવવી જરૂરી છે. અંડાશયની ગાંઠની સામાન્ય રીતે બાયોપ્સી કરવામાં આવતી નથી, પરંતુ સર્જરી દ્વારા તેને દૂર કરવી એ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબની સ્વીકાર્ય સારવાર છે. શંકુસ કેન્સર હોસ્પિટલમાં મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ અને આધુનિક સર્જરી દ્વારા જટિલ કેસોની નિષ્ણાત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan