top
નરોડા કોલેજમાં ઇન્ટર ક્લાસ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ:24 સ્પર્ધાઓમાં 125 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
નરોડા સ્થિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટ્સ એન્ડ સ્વ. શ્રી. એન.પી. પટેલ કોમર્સ કોલેજમાં તાજેતરમાં ઇન્ટર ક્લાસ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ અને વિવિધ કળાઓની અભિવ્યક્તિ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ સ્પર્ધા યોજાઈ હતી. સાંસ્કૃતિક વિભાગ દ્વારા કુલ 24 સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં વકતૃત્વ, નિબંધ, ડીબેટ, ક્વિઝ, નાટક, ગરબા, ફોક ડાન્સ, સંગીત, રંગોળી, પેઇન્ટિંગ અને ક્લે મોડેલિંગ જેવી વિવિધ કળાઓનો સમાવેશ થતો હતો. કોલેજના આર્ટ્સ અને કોમર્સ વિભાગના આશરે 125 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમને ઉત્સાહભેર નિહાળ્યો હતો. દરેક સ્પર્ધાના ઇન્ચાર્જ દ્વારા શ્રેષ્ઠ ત્રણ પ્રદર્શનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન ડૉ. પારૂલ પટેલ, પ્રો. ધીરેન્દ્રભાઈ સુથાર અને ડૉ. ધારાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના અધ્યાપક ઇન્ચાર્જશ્રીઓએ પોતપોતાની સ્પર્ધાનું આયોજન કરીને સાંસ્કૃતિક વિભાગને સહયોગ આપ્યો હતો. એન.એસ.એસ.ના સ્વયંસેવકોની સેવા પણ પ્રશંસનીય રહી હતી. સવારે 7:30 થી બપોરના 12:30 સુધી ચાલેલો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Read full article on Divya Bhaskar