Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ટાઉન પ્લાનિંગનું કામ કરી આપવાના નામે 25 લાખની ઠગાઈ:ગોત્રીમાં રહેતા બિલ્ડિંગ મટીરિયલ વેપારીને ટાઉન પ્લાનિંગની સમસ્યા ઉકેલવાની બાંહેધરી આપી રૂપિયા પડાવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 3 views
ટાઉન પ્લાનિંગનું કામ કરી આપવાના નામે 25 લાખની ઠગાઈ:ગોત્રીમાં રહેતા બિલ્ડિંગ મટીરિયલ વેપારીને ટાઉન પ્લાનિંગની સમસ્યા ઉકેલવાની બાંહેધરી આપી રૂપિયા પડાવ્યા
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના કારણે જમીનના ફાઇનલ પ્લોટમાં થયેલા ફેરફારનો ઉકેલ લાવી આપવાના નામે બિલ્ડિંગ મટીરિયલના વેપારી પાસેથી 25 લાખ પડાવ્યા હતા. કામ ન થતા વેપારીએ રૂપિયા પરત માગતાં મનીષ દીક્ષિતે કામ કરવાના નહીં કામના ફોલોઅપ લેવાના પૈસા લીધા હતા તેમ કહીને રૂપિયા પરત આપ્યા નહોતા. જેથી વેપારીએ ઠગ વિરુદ્ધ ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જમીન સંબંધિત કામ કરાવી આપવાની બાંહેધરી આપી 25 લાખ પડાવ્યા ગોત્રી ગામમાં રહેતા ધવલભાઈ રાજેન્દ્રભાઈ પટેલે નોધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગાયત્રી ટ્રેડર્સના નામે બિલ્ડિંગ મટીરિયલનો વેપાર કરે છે. વર્ષ 2022 દરમિયાન ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.10 ગોત્રી-ગોરવા અમલમાં આવતા તેમના નામે રહેલા ફાઇનલ પ્લોટ નં.58 અને 42માં ફેરફાર થયો હતો. આ ફેરફારથી પરિવારને નુકસાન થયું હોવાનું જણાવી તેનો ઉકેલ મેળવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન પરિચિત મારફતે ઓક્ટોબર 2022માં મનીષ સુરેન્દ્રલાલ દીક્ષિત સાથે તેમની ઓળખાણ થઈ હતી. મનીષ દીક્ષિતે જમીન સંબંધિત કામ કરાવી આપવાની બાંહેધરી આપી 25 લાખ રૂપિયા ફી નક્કી કરી હતી. 25 લાખ રૂપિયાના ચેક ક્લિયર થયા બાદ વેપારી દ્વારા કામની પ્રગતિ અંગે વારંવાર ટેલિફોનિક તેમજ રૂબરૂ પૂછપરછ કરવામાં આવતી હતી. ત્યારે કામ થઈ જશે, હાલ પ્રોસેસમાં છે, ચિંતા ન કરો’ તેમ કહી તેમને આશ્વાસન આપવામાં આવતું હતુ. જોકે લાંબો સમય પસાર થયા છતાં ન તો કામ પૂર્ણ થયું કે ન તો કામગીરી અંગે કોઈ દસ્તાવેજ કે સ્પષ્ટ માહિતી આપવામાં આવી. કામ પણ ના કર્યું અને રુપિયા પણ પરત ના કરીને છેતરપિંડી કરી આખરે વેપારીએ શંકા જતા પોતાના રૂ.25 લાખ પરત માંગ્યા હતા. ત્યારે મનીષ દીક્ષિતે તમારું કામ કરવાના નહીં, પરંતુ કામના ફોલોઅપ લેવાના પૈસા લીધા હતા તેમ જણાવ્યું હતું. કામ પણ નહીં કરવા સાથે રૂપિયા પણ પરત નહીં આપી વેપારી સાથે છેતરપિંડી કરાઈ હતી. જેથી ધવલભાઈ પટેલની ફરિયાદના આધારે લક્ષ્મીપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan