Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મારું ફેસબુક એકાઉન્ટ હેકરે હેક કરી લીધું છે:સગા ભત્રીજાના સ્ટેટ્સમાં મૂકેલી ઇન્વિટેશનની લિંક ખોલવી વૃદ્ધને ભારે પડી, ઠગબાજોએ ત્રણ બેંક એકાઉન્ટમાંથી 2.94 લાખ સેરવી લીધા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
મારું ફેસબુક એકાઉન્ટ હેકરે હેક કરી લીધું છે:સગા ભત્રીજાના સ્ટેટ્સમાં મૂકેલી ઇન્વિટેશનની લિંક ખોલવી વૃદ્ધને ભારે પડી, ઠગબાજોએ ત્રણ બેંક એકાઉન્ટમાંથી 2.94 લાખ સેરવી લીધા
ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ સાયબર ઠગ ટોળકીનો ભોગ બન્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભેજાબાજોએ વૃદ્ધના કૌટુંબિક ભત્રીજાનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને ઇન્વિટેશન કાર્ડના નામે એક નકલી APK ફાઇલ વાયરલ કરી હતી. કુતૂહલવશ વૃદ્ધે આ ફાઇલ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરતાની સાથે જ સાયબર ગઠિયાઓએ તેમના મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ, ડેટા અને બેંકિંગ પાસવર્ડ મેળવી લીધા હતા. ત્યારબાદ ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાંથી તબક્કાવાર કુલ ₹2.94 લાખ સેરવી લેતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા વૃદ્ધ લિંક પર ક્લિક કરી બેઠા સોશિયલ મીડિયા પર અજાણી લિંક્સ કે ફાઇલો સામાન્ય નાગરિકો માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો આ જીવંત પુરાવો છે. ખોરજ ગામના શાલીગ્રામ લેકવ્યુ ખાતે રહેતા અને છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 65 વર્ષીય કાંતિભાઈ મોહનભાઈ પટેલ ગત 17 ઓગસ્ટના રોજ પોતાના મોબાઇલમાં ફેસબુક વાપરી રહ્યા હતા. આ દરમિયાન તેમના કૌટુંબિક ભત્રીજા મહેશભાઈ તળશીભાઈ દીહોરાના ફેસબુક સ્ટેટસ પર કંકોત્રી જેવી દેખાતી એક ડિજિટલ ઇન્વિટેશન કાર્ડની APK ફાઇલ મૂકેલી જોવા મળી હતી. કંકોત્રી ન ખૂલી ને ભત્રીજાએ કહ્યું- ‘મારું એકાઉન્ટ હેક થયું છે’ કોઈ સગાં-સંબંધી કે સ્નેહીજનના શુભ પ્રસંગનું આમંત્રણ હોવાનું સમજીને કાંતિભાઈએ તે ફાઇલ ઓપન કરવા માટે આપેલા ઓપ્શન પર ક્લિક કર્યું હતું. વારંવાર પ્રયત્નો કરવા છતાં તે કાર્ડ સ્ક્રીન પર ન ખૂલતાં કાંતિભાઈને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક ભત્રીજા મહેશભાઈને ફોન કરી પૃચ્છા કરતાં ભત્રીજાએ જણાવ્યું હતું કે, "મારું ફેસબુક એકાઉન્ટ કોઈ હેકરે હેક કરી લીધું છે અને ખોટી લિંક્સ શેર કરી રહ્યો છે, જેથી કોઈ પણ મેસેજ કે લિંક ઓપન કરશો નહીં." જોકે ત્યાં સુધીમાં માલવેર ફાઇલ મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી હતી. 10 દિવસ બાદ અચાનક ₹99 હજાર ઉપડ્યાનો મેસેજ આવ્યો આ ઘટનાના આશરે 10 દિવસ બાદ, એટલે કે 27 ઓગસ્ટની સવારે કાંતિભાઈના મોબાઈલ પર ICICI બેંકમાંથી અચાનક ₹99,000 ડેબિટ થયાનો મેસેજ આવતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાબડતોબ પોતાની અન્ય બેંકોની શાખામાં રૂબરૂ દોડી જઈ સ્ટેટમેન્ટ કઢાવતાં ભાંડો ફૂટ્યો હતો કે સાયબર ગઠિયાઓએ તેમના ત્રણ અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાંથી ટુકડે-ટુકડે કુલ ₹2.94 લાખની માતબર રકમ ટ્રાન્સફર કરી લીધી છે. સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ બાદ અડાલજ પોલીસ મથકે ગુનો દાખલ પોતાની મહેનતની જીવનભરની કમાણી લૂંટાઈ જતાં કાંતિભાઈએ તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલની હેલ્પલાઇન 1930 પર સંપર્ક સાધી સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તે સમયે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ પોલીસ મથકે રૂબરૂ જઈ શક્યા ન હતા. પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો થતાં જ તેમણે અડાલજ પોલીસ સ્ટેશન પહોંચી સાયબર ગઠિયાઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan