business
સૌરાષ્ટ્ર યુનિ.ની આશ્ચર્યજનક યુનિફોર્મ સિવિલ પોલિસી!:3 લાખનો પગાર મેળવતા પ્રોફેસરોને પ્લેનનું, 1 લાખ મેળવનારાને ટ્રેન, બસ, કારનું ભાડું જ્યારે કરાર આધારિત અધ્યાપકોને ઠેંગો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં સંશોધન પ્રવૃત્તિને વેગ મળે તે માટે IQAC (ઇન્ટર્નલ કવોલીટી અસ્યોરન્સ સેલ) દ્વારા વર્ષ 2026 - 27 માટે યુનિફોર્મ સિવિલ પોલીસી જાહેર કરવામાં આવી છે. જોકે તેમાં માસિક રૂ.3 લાખનો પગાર મેળવતા પ્રોફેસરોને પ્લેનનું તો રૂ.1 લાખ પગાર મેળવનારા આસિસ્ટન્ટ પ્રોફેસરોને ટ્રેન, બસ કે કારનું ભાડું આપવામાં આવશે. જ્યારે કરાર આધારિત અધ્યાપકો સંશોધન કરે તો તેને એક પણ પ્રકારની સહાય આપવામાં નહીં આવે તેવું જાહેર કરાયું છે. આ ઉપરાંત અહીં આપેલી શરતોમાં સેમિનાર કે કોન્ફરન્સમાં જવા માટે ટૂંકી મુસાફરીનું ભાડું આપવાનું પ્રાવધાન કરાયું છે જોકે તેમાં હવાઈ મુસાફરીનો ખર્ચ ચૂકવવાનો ઉલ્લેખ છે. હવે ટૂંકી હવાઈ મુસાફરી કેટલા કિલોમીટર અને કઈ રીતે થઈ શકે તે પ્રશ્ન અધ્યાપકો ને ગૂંચવી રહ્યો છે. જેથી આ બાબતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને રજીસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. 1) યુનિવર્સિટી UNIVERSITY OWN FUND INCOME EXPENDITURE માંથી "Seminar/Conference participation by University Teachers" ના બજેટ હેડ હેઠળ રૂ.10 લાખની જોગવાઈ છે. 2) જેથી યુનિવર્સિટીના દરેક અધ્યાપકને આ પોલોસી હેઠળ લાભ મળે તે માટે દરેક અધ્યાપકને યુનિવર્સિટી રૂ.20 હજાર સુધીની સહાય આપવામાં આવશે. 3) આ સહાય ફક્ત કાયમી અધ્યાપકોને જ આપવામાં આવશે. 4)આ સહાય માટે નીચે મુજબની શરતો લાગુ રહેશે. - સેમીનાર/કોન્ફરન્સની ન્યુનતમ કેટેગરી નેશનલ કક્ષાની હોવી જોઈએ. - આ સહાય એડવાન્સ ખર્ચ માટે નહી, પરંતુ રીએમ્બર્સમેન્ટ તરીકે આપવામાં આવે. - દરેક અધ્યાપક આ સહાય વર્ષમાં એક જ વાર મેળવી શકે. - આ સહાય સેમીનાર/કોન્ફરન્સમાં પેપર રજુ કરવા માટે તથા વક્તવ્ય આપવા જેવી મહત્વની બાબતોમાં ભાગીદારી કરનારને જ આપવામાં આવે. - ફક્ત સેમીનાર/કોન્ફરન્સમાં હાજરી આપનારને આ સહાય આપવામાં નહી આવે. - ભાગ લેનાર અધ્યાપકે એક સહમતી પત્ર આપવું પડશે કે, જે તે સેમીનાર/કોન્ફરન્સ માટે અન્ય કોઈ રીતે કે અન્ય કોઈ જગ્યાએથી આર્થિક સહાય મેળવેલ નથી. - સેમીનાર/કોન્ફરન્સમાં જવા-આવવા માટેની મુસાફરી ટૂંકા અંતરની હોવી જોઈએ. - મુસાફરી માટે હવાઈ ભાડું ન્યુનતમ રૂ.10 હજાર ગ્રેડ પે ધરાવતા અધ્યાપકોનું જ મંજૂર થશે. - પોતાની કારથી મુસાફરી કરવા માટેના નિયમ યુનિવર્સિટીના નિયમ મુજબ રહેશે. - ભવનમાંથી સેમીનાર/કોન્ફરન્સમા ભાગ લેનાર અધ્યાપકોની સંખ્યા જો ત્રણ કે તેથી વધુ હોય તો તેઓ ટેક્ષી ભાડા માટે લાયક થશે. 5) સેમીનાર/કોન્ફરન્સમા ભાગ લેનારએ આર્થિક સહાય મેળવવા માટે નીચે મુજબના જરૂરી પુરાવા આપવાના રહે. - Invitation Letter જે તે અધ્યાપકના નામ જોગ. - નોંધણી ફીની પહોંચ. - સેમીનાર/કોન્ફરન્સનું સમયપત્રક જેમાં ભાગ લેનાર અધ્યાપકનું પણ નામ હોય. - સેમીનાર/કોન્ફરન્સમાં પેપર વાંચવાના કે બીજ વક્તવ્ય આપવાનું પ્રમાણપત્ર. - સૌથી ટુકા માર્ગે મુસાફરી કર્યાનો પુરાવો. - અન્ય કોઈ રીતે કે અન્ય કોઈ જગ્યાએથી આર્થિક સહાય ન મેળવ્યા અંગેનું સહમતી પત્ર. - જે પેપર પ્રેઝન્ટ કરેલ છે તેની કોપી આઈ.કયુ.એ.સી.માં જમા કરાવવાની રહે. - જયારે આ પેપર કોન્ફરન્સ પ્રોસીડીંગ/જર્નલ /બુકમાં છપાય તેની વિગતો આઈ.કયુ.એ.સી.મા જમા કરાવવાની રહે.
Read full article on Divya Bhaskar