top
રાધનપુર-વારાહી હાઈવે પર ટ્રકની પાછળ ઘૂસી ગઈ કાર, 3 લોકોના મોત
રાધનપુર-વારાહી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડી રાતે સર્જાયેલ આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. મળતી વિગત પ્રમાણે રોડ સાઈડ પર ઊભેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર સુનિલ ચાવડા, મહેશ મહેતા અને શક્તિસિંહ જાડેજાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે હાઈવે પર ટ્રક પાર્કિગના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક આશંકા છે. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ઈકો કારનો આગળનો ભાગ જાણે કાગળનો ડૂચો બની ગયો હોય તેવા હાલ થયાં હતા.
Read full article on News18 Gujarati