Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

મુન્દ્રા અને ગાંધીધામથી માલ પરિવહનમાં રેલવેને કરોડોની આવક:ભુજ રેલવે સ્ટેશને પે એન્ડ પાર્ક માટે આગામી 3 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
મુન્દ્રા અને ગાંધીધામથી માલ પરિવહનમાં રેલવેને કરોડોની આવક:ભુજ રેલવે સ્ટેશને પે એન્ડ પાર્ક માટે આગામી 3 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબરમાં વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરી કુલ 830 કરોડ રૂપિયાની આવક મેળવી છે. આ જંગી આવકમાં કચ્છ જિલ્લાનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. ખાસ કરીને માલસામાન ભાડામાંથી રેલવેને જે 655 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે, તેમાં કચ્છના ઔદ્યોગિક એકમો અને બંદરોનું મોટું યોગદાન છે. કચ્છના માલ પરિવહનની વાત કરીએ તો, મુન્દ્રા પોર્ટથી ક્રિષ્ના ફોસ્કેમ લિમિટેડ દ્વારા વિવિધ નવા ગંતવ્ય સ્થાનો માટે આયાત કરેલા ખાતરની 8 રેક લોડ કરવામાં આવી હતી, જેનાથી રેલવેને સીધી 4.55 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત, કચ્છ કોપર લિમિટેડ દ્વારા કોપર સ્લેગની 7 રેક લોડ કરવામાં આવતા રેલવેને વધુ 3.56 કરોડની કમાણી થઈ છે. ગાંધીધામથી પણ સિનર્જી સૌરાષ્ટ્ર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેટ કોકની એક રેક લોડ કરવામાં આવી હતી, જેનાથી 71.70 લાખ રૂપિયાની આવક થઈ છે. નોંધનીય બાબત એ છે કે મેટ કોકનો આ ટ્રાફિક લગભગ 3.5 વર્ષ પછી રેલવેને પરત મળ્યો છે. યાત્રી સુવિધાઓ અને અન્ય વાણિજ્યિક પહેલ અંતર્ગત ભુજ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પે એન્ડ પાર્કનો 3 વર્ષનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સાથે જ, સ્થાનિક કારીગરો અને શિલ્પકારોને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી ગાંધીધામ રેલવે સ્ટેશન પર ‘’’’વન સ્ટેશન વન પ્રોડક્ટ’’’’ અંતર્ગત સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. બીજી તરફ, વગર ટિકિટે મુસાફરી કરતા લોકો સામે લાલ આંખ કરી ઓક્ટોબર મહિનામાં ભુજ અને ગાંધીધામ સહિતના વિવિધ સ્ટેશનો પર સઘન ટિકિટ ચકાસણી અભિયાન પણ હાથ ધરાયું હતું. સમગ્ર અમદાવાદ મંડળમાં આવા 4166 અનિયમિત યાત્રાના કેસો પકડીને 38.62 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan