top
રોષ:3 દાયકાથી બંધારણીય જોગવાઈ અભેરાઈએ,લોકોની ભાગીદારીથી બનતી વોર્ડ સમિતિઓની રચના ન કરાઈ
3 દાયકાથી બંધારણીય જોગવાઈ છતાં પાલિકામાં વોર્ડ સમિતિની રચના કરાઈ નથી. બંધારણની કલમ 243-S અને GPMC એક્ટ મુજબ 3 લાખથી વધુ વસ્તી ધરાવતી પાલિકામાં વોર્ડ સમિતિ રચવાની જોગવાઈ છે. વડોદરા પોલિટિકલ એક્શન કમિટીના સાંઈ ઢેકાણે સહિત જાગૃત નાગરિકોએ મેયર, કમિશનર અને સ્થાયી અધ્યક્ષને આવેદનપત્ર આપી 30 દિવસમાં સમિતિઓ રચવા, માસિક બેઠક અને સ્વતંત્ર બજેટ ફાળવવા માગ કરી છે. પૂર, ડ્રેનેજ અને ખોદકામ જેવી સમસ્યાઓ નિવારવા 30 દિવસમાં અમલ નહીં થાય તો હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભારતીય બંધારણની કલમ 243-S શું કહે છે? વર્ષ 2008-09માં વોર્ડ સમિતિની રચના થઈ, પણ કામગીરી ન કરાઈ સૂત્રો મુજબ વર્ષ 2008-09 સરકારે ગેજેટ બહાર પાડ્યું હતું. જેને પગલે વોર્ડ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિની રચના અંગેની દરખાસ્ત મ્યુનિ. કમિશનર તરફથી સ્થાયી અને ત્યારબાદ સભામાં મૂકાઇ હતી, જેને મંજૂરી આપવામાં આવી હતી. જોકે મંજૂરી મળ્યા બાદ કમિટી માત્ર કાગળ પર જ રહી હતી. તે માટેની કોઈ બેઠક કે આગળની પ્રક્રિયા થઈ ન હતી. ત્યારબાદ આ પ્રકારની વોર્ડ કમિટીની રચના કરવાની તંત્ર દ્વારા તસ્દી લેવાઈ નથી.
Read full article on Divya Bhaskar