top
ડુંગરા પોલીસે 30 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા:‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. 5.48 લાખના ફોન પરત કરાયા
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ડુંગરા પોલીસે 30 ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઇલ ફોનની કુલ કિંમત આશરે રૂ. 5.48 લાખ અંદાજવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેની સૂચનાથી ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે ખોવાયેલા મોબાઇલ ફોનની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે CEIR પોર્ટલ અને ટેક્નિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને આ મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. ત્યારબાદ, ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ આ ફોન તેમના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચૌહાણ, એ.પી.એસ.આઈ. કિશનભાઈ હુરજીભાઈ પરમાર, વુ.એ.પી.એસ.આઈ. સોનલ લાલજીભાઈ ચૌધરી સહિત ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસના આ પ્રયાસોથી નાગરિકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
Read full article on Divya Bhaskar