top
બાળકોની માથાકૂટમાં વાંકાનેરના વસુંધરામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા:દૂધમંડળીમાં તોડફોડ કરી 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું, સગીરને ગંભીર ઈજા; 10થી વધુ સામે ગુનો
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે બાળકો વચ્ચે થયેલી બોલાચાલી અને માથાકૂટની અદાવત રાખીને દૂધની સહકારી મંડળી પર હુમલો કરવામાં આવ્યો હતો. પાંચ જુદી જુદી લક્ઝુરિયસ કારમાં આવેલા શખ્સોએ મંડળીમાં તોડફોડ કરી હતી અને 3,000 લિટર જેટલું દૂધ ઢોળી નાખ્યું હતું. આ હિંસક હુમલા દરમિયાન એક યુવકને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. 5 કારમાં આવેલા હુમલાખોરોએ મંડળીમાં તોડફોડ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સાંજના સમયે બાળકો વચ્ચે થયેલા ઝઘડાનો ખાર રાખીને આરોપીઓ સ્કોર્પિયો, થાર, અર્ટિકા, ક્રેટા અને સ્વિફ્ટ કાર લઈને રાત્રે દૂધ મંડળીએ ધસી આવ્યા હતા. હુમલાખોરોએ મંડળીમાં રાખેલા કોમ્પ્યુટર સહિતના સાધનોમાં તોડફોડ કરી 3,000 લિટર દૂધ ઢોળી દઈ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તોડફોડ રોકવા જતાં યુવકની હત્યા, સગીર ગંભીર રીતે ઘાયલ મંડળીમાં તોડફોડ થતી અટકાવવા વચ્ચે પડેલા વિરમભાઈ સામંતભાઈ સરૈયા અને તેમના 17 વર્ષના પુત્ર પર આરોપીઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સગીરના માથામાં પાઇપ મારતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન લાલ ટીશર્ટ પહેરેલા અજાણ્યા શખ્સે વિરમભાઈને છાતી, જાંઘ અને હાથના ભાગે છરીના પાંચથી છ ઘા ઝીંકી દેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 10થી વધુ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો આ બનાવ અંગે મૃતકના ભાઈ લાલાભાઈ સરૈયાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે નકુલ ઘનશ્યામભાઈ, વિશાલ વસાભાઈ ચાવડા, પરેશ નાગદાનભાઈ ડાંગર, લાલો ડાંગર, મુકેશ ડાંગર, માંડણ ડાંગર, પ્રભાત ડાંગર, એભલ ધીરુભાઈ ડાંગર, નિર્મળ આહીર અને અજાણ્યા શખ્સો સહિત 10થી વધુ લોકો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar