top
સુરત ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કરી આરોપીને દબોચ્યો:પગમાં ગોળી વાગતાં સિવિલ ખસેડાયો, 35થી વધુ હિંસક ગુનાઓમાં હતો વોન્ટેડ
સુરતના સચિન GIDC વિસ્તારમાં બુડિયા ગામના નાકા પાસે 35થી વધુ હિંસક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી જયેશ ઉર્ફે બારકુ પાટીલ (S/O યુવરાજ વાઘ)ને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કરીને તેને કાબૂમાં લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે, જ્યારે ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - મધરાતે અમદાવાદ સિવિલમાં રેપિસ્ટે લંગડાતા-લંગડાતા કાન પકડ્યા, રિવોલ્વર છીનવી ભાગવા જતા પોલીસે ગોળી ધરબી અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. (આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો)
Read full article on Divya Bhaskar