top
મોરબી પોલીસે 36 મોબાઈલ અને રોકડ સહિત લાખોનો મુદ્દામાલ પરત:“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ CEIR પોર્ટલ અને CCTVની મદદથી ગુમ થયેલો મુદ્દામાલ મળ્યો
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ખોવાયેલા મોબાઈલ ફોન અને રિક્ષામાં ભુલાઈ ગયેલી રોકડ રકમ શોધીને તેના મૂળ માલિકોને પરત કરી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધવા માટે સ્ટાફને સૂચના અપાઈ હતી. આ માટે સર્વેલન્સ સ્ટાફે CEIR પોર્ટલ પર એન્ટ્રી કરીને સતત નજર રાખી હતી. ટેકનિકલ કામગીરી અને મહેનતથી પોલીસે કુલ 36 મોબાઈલ ફોન શોધી કાઢ્યા, જેની કિંમત 10.31 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત, CNG રિક્ષામાં ભુલાઈ ગયેલી 96,000 રૂપિયાની રોકડ રકમ પણ નેત્રમ CCTV કેમેરાની મદદથી શોધી કઢાઈ હતી. આમ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કુલ 11.27 લાખ રૂપિયાનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો છે.
Read full article on Divya Bhaskar