business
અમેરિકામાં વ્યાજ દરોમાં વધારો નહીં, 3.75%- 4% પર યથાવત:સોનું આવતા વર્ષે ₹1.78 લાખે પહોંચી શકે છે, અત્યારે ₹1.43 લાખ કિંમત
અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે પોતાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 3.75%થી 4% પર જાળવી રાખ્યા છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં 0.25%નો વધારો કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની સીધી અસર સમગ્ર વિશ્વના બજારોની સાથે ભારતમાં સોનાના ભાવ પર પણ પડશે. હાલમાં ભારતમાં સોનું ₹1,43,360 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકામાં મોંઘવારીને કારણે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં થોડી મંદી જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળે તેમાં તેજી આવશે અને 2027ના એન્ડ સુધીમાં સોનું ₹1.78 લાખ પ્રતિ 10 ગ્રામે પહોંચી શકે છે. સવાલ-1: ભારતમાં સોનાના ભાવ પર શું અસર પડશે? સોના પર બેંકમાં જમા કરેલા પૈસાની જેમ કોઈ વ્યાજ મળતું નથી. તેથી જ્યારે પણ અમેરિકામાં વ્યાજ દરો, ડૉલરનો ભાવ અથવા બૉન્ડથી થતી કમાણી વધે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટે છે. સવાલ-2: MCX પર સોનાના ભાવ કેવા રહેશે? આનંદ રાઠી શેર્સની રિસર્ચ એનાલિસ્ટ વેદિકા નાર્વેકરે ભારતીય બજાર (MCX)માં 1,43,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહેલા સોના માટેનું ભાવિ અનુમાન આપ્યું છે: સવાલ-3: અમેરિકામાં કડક વલણ હોવા છતાં સોનાના ભાવ કેમ નહીં ઘટે? અમેરિકાની કેન્દ્રીય બેંક મોંઘવારીને કાબુમાં લેવા માટે ડિસેમ્બરમાં વ્યાજદરોમાં ફરી એકવાર વધારો કરી શકે છે. તેમ છતાં કેટલીક મોટી કારણો છે, જે સોનાની કિંમતોને ઘટતી અટકાવશે: સોનું ખરીદવા અને રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સલાહ બજાજ કેપિટલના સંયુક્ત અધ્યક્ષ અને એમડી સંજીવ બજાજે સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકોને આ મહત્વની બાબતો ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે:
Read full article on Divya Bhaskar