top
વલસાડમાં ઈનોવા કારમાંથી રૂ.3.99 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:સુરત લઈ જવાતો દારૂ પકડાયો, એક આરોપીની ધરપકડ, રૂ.10.99 લાખનો મુદ્દામાલ જપ્ત
વલસાડ સિટી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક વ્યક્તિને પકડ્યો છે. બાતમીના આધારે પોલીસે ટોયોટા ઈનોવા કારમાંથી રૂ.3,99,600ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ દારૂ સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડ્યો હતો. કાર અને દારૂ સહિત કુલ રૂ.10,99,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar