crime
અમરેલીના વડિયા તાલુકાના લુણીધારમાં રસ્તે ચાલવાના મુદ્દે બબાલ થઈ:તમે અમારી બાજુમાં આવેલા રસ્તે શું કામ ચાલો છો કહી 4 શખ્સે મહિલાને ફટકારી
વડીયા તાલુકાના લુણીધાર ગામે રસ્તે ચાલવાના મુદ્દે થયેલા વિવાદમાં એક મહિલા સાથે મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમારી બાજુમાં આવેલા રસ્તા પર તમારે ચાલવાનો કોઈ હક્ક નથી તેમ કહી ધમકી પણ આપી હોવાની ફરિયાદ વડિયા પોલીસ ચોપડે નોંધાઈ છે. વડીયાના લુણીધાર ગામે રહેતાં શાંતાબેન જેન્તીભાઈ ચાવડા (ઉં.વ. 50)એ ગામના જ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઇ કાલે સવારે સાડા નવ કલાકે તેઓ પોતાના રહેણાંક મકાને હાજર હતાં. તે દરમિયાન સોમીબેન સોલંકી, નીરૂબેન સોલંકી, લાલજી અને મુકેશ સોલંકી સહિત ચાર શખ્સો ગેરકાયદેસર રીતે તેણીના ઘરમાં ઘૂસી જઈ તેમના ઘરની બાજુમાં આવેલા રસ્તા પર શા માટે ચાલો છો અને તમને ત્યાં ચાલવાનો હક્ક નથી તેમ કહી બોલાચાલી કરી હતી. આ અંગે શાંતાબેને પણ પોતાને રસ્તા પર ચાલવાનો હક્ક હોવાનું કહેતાં સોમીબેન અને નીરૂબેન ઉશ્કેરાઈ જઈ બંનેએ ગાળો આપી હતી. આ દરમિયાન લાલજીઅને મુકેશએ શાંતાબેનને માર મારવા માટે ઉશ્કેરાવી બંનેએ મહિલાને ઢીકાપાટુ તેમજ નીરૂબેને પથ્થર વડે માર માર્યો હતો. ઉપરાંત, ચારેય શખ્સોએ તેણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે સોમીબેન લાલજીભાઇ સોલંકી, નીરૂબેન મુકેશભાઇ સોલંકી, લાલજી રામજીભાઇ સોલંકી અને મુકેશ લાલજીભાઇ સોલંકી સહિત ચાર શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ, નજીવી બાબત છેકે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી.
Read full article on Divya Bhaskar