Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

લોકસભામાં આજે 4 બિલ આવશે:શાહ કેરળનું નામ બદલવાવાળું બિલ રજૂ કરશે; રાજ્યસભામાં બેંકર્સ બુક્સ બિલ પર ચર્ચા થશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 13 views
લોકસભામાં આજે 4 બિલ આવશે:શાહ કેરળનું નામ બદલવાવાળું બિલ રજૂ કરશે; રાજ્યસભામાં બેંકર્સ બુક્સ બિલ પર ચર્ચા થશે
સંસદના ચોમાસુ સત્રમાં સોમવારે લોકસભામાં 4 બિલ રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ બે બિલ રજૂ કરશે. જેમાં એક કેરળ (નામ બદલવા અંગેનું) બિલ, 2026 છે. જ્યારે બીજું નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્ટ, 1962 સુધારા બિલ છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ, 2026 રજૂ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1957માં સુધારા માટેનું બિલ ગૃહમાં રજૂ કરશે. જ્યારે, રાજ્યસભામાં બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ, 2026 પર ચર્ચા કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બિલને ગૃહમાં રજૂ કરશે. પીએમને મળશે શરદ જૂથના 8 સાંસદો NCP (શરદ પવાર જૂથ) ના તમામ 8 સાંસદો આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. આ મુલાકાત માટે વડાપ્રધાન પાસેથી સમય માંગવામાં આવ્યો છે. વિપક્ષની આજે બેઠક, FCRA બિલનો વિરોધ કરશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ FCRA સુધારા બિલનો વિરોધ કરશે. આ મુદ્દે વિપક્ષી દળોના ફ્લોર લીડર્સની સોમવારે યોજાનારી બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે. FCRA સુધારા બિલ સંસદના ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહમાં લોકસભામાં રજૂ થવાની અપેક્ષા છે. આ બિલ વિદેશી અંશદાન (નિયમન) અધિનિયમ, 2010માં સુધારો કરશે. સરકારના મતે, તેનો ઉદ્દેશ્ય વિદેશી ભંડોળના નિયમનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. ઘણા વિપક્ષી દળો FCRA બિલની વિરુદ્ધ ઘણા વિપક્ષી દળો FCRA સુધારા બિલનો વિરોધ કરી ચૂક્યા છે. મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને FCRA સંબંધિત પ્રાદેશિક મુદ્દાઓ અને સૂચનો રજૂ કર્યા. બાદમાં તેમણે જણાવ્યું કે તેમણે શાહ સમક્ષ 6 મુદ્દા ઉઠાવ્યા છે. લાલદુહોમાના મતે, તેમને સ્પષ્ટ ખાતરી મળી છે કે પ્રસ્તાવિત ફેરફારો પૂર્વવર્તી તારીખથી લાગુ પડશે નહીં. બાકીના મુદ્દાઓ પર શાહ 12 ઓગસ્ટથી સંસદમાં ચર્ચા શરૂ કરશે. DMK અધ્યક્ષ એમકે સ્ટાલિને પણ કેન્દ્ર સરકારને FCRA સુધારા બિલ પાછું ખેંચવા અને FCRA, 2010ની કલમ 15 ને સમાપ્ત કરવાની માંગ કરી છે. NCP (SP) એ પણ બિલનો વિરોધ કર્યો છે. મોનસૂન સત્રના ત્રીજા સપ્તાહની કાર્યવાહી 3 ઓગસ્ટ: રામ મંદિરના ચઢાવાની ચોરીના મુદ્દે લોકસભામાં વિરોધ પક્ષના સભ્યોએ હોબાળો કર્યો. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા (CJI સહિત) 34 થી વધારીને 38 કરવા સંબંધિત બિલ ચર્ચા વિના પસાર કરી દીધું. 4 ઓગસ્ટ: રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ વચ્ચે ચર્ચા થઈ. ખડગેએ કહ્યું- રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કેન્દ્ર સરકારે કરી હતી. સરકારે ચઢાવાની ચોરીના મામલે ગૃહમાં જવાબ આપવો જોઈએ. 5 ઓગસ્ટ: સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે 50 મિનિટ બેઠક કરી. સરકાર લોકસભાની બેઠકો 816 કરવા અને 33% મહિલા અનામત લાગુ કરવા સંબંધિત બંધારણ (131મો સુધારો) બિલ પસાર કરાવવા માંગે છે. 6 ઓગસ્ટ: દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મામલે અમિત શાહના નિવેદનની માંગને લઈને રાજ્યસભામાં ખડગે અને રિજિજુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ખડગેએ સભાપતિને ગૃહમંત્રીને સદનમાં બોલાવવા આદેશ આપવા અપીલ કરી. 7 ઓગસ્ટ: વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) MSME બિલ 2026 ધ્વનિમતથી પસાર થયું. બંને સદનો સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ચોમાસુ સત્રના બીજા સપ્તાહની કાર્યવાહી 27 જુલાઈ: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 'પબ્લિક એક્ઝામિનેશન (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા બિલ, 2026'ને લઈને વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કરી. 28 જુલાઈ: લોકસભામાં પ્રહ્લાદ જોશીને શિક્ષણ મંત્રી બનાવવા પર હોબાળો થયો. સંસદની બહાર રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે રેપિસ્ટની તરફેણ કરનાર વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે. 29 જુલાઈ: લોકસભામાં પેપર લીક સંબંધિત 'લોક પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026' બુધવારે ધ્વનિ મતથી પસાર થઈ ગયું. 30 જુલાઈ: પેપર લીક સંબંધિત સુધારા બિલ લોકસભા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે. તેમની સંમતિ મળતા જ તે કાયદો બની જશે. 31 જુલાઈ: વિપક્ષી સાંસદોએ શુક્રવારે સંસદ પરિસરમાં રામ મંદિરના ચઢાવાની ચોરીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં દાનપેટી લઈને પહોંચ્યા. ચોમાસુ સત્રના પહેલા અઠવાડિયાની કાર્યવાહી 20 જુલાઈ: રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ખડગેએ જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વિદ્યાર્થીઓના અવાજને દબાવવા માટે લાઠીચાર્જ કરાવી રહી છે અને ગૃહમંત્રી પાસેથી જવાબ માંગ્યો. 21 જુલાઈ: સંસદ સત્ર શરૂ થતા પહેલા NDA અને INDIA ગઠબંધનની અલગ-અલગ બેઠકો થઈ. વિપક્ષના હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી પ્રભાવિત રહી. 22 જુલાઈ: રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન આવાસ તરફ કૂચ અને ધરણાં કરવાનો પ્રયાસ કર્યો. સંસદમાં પણ સતત વિરોધને કારણે કામકાજ પ્રભાવિત થયું. 23 જુલાઈ: સંસદ પરિસરમાં NDA અને INDIA ગઠબંધનના સાંસદો સામસામે આવી ગયા. બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને માહોલ ગરમાયો. 24 જુલાઈ: રાજ્યસભામાં 'રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) વિધેયક, 2026' રજૂ કરવામાં આવ્યું. તેમાં 'વંદે માતરમ્'ના અપમાન અથવા તેના ગાનમાં અવરોધ ઊભો કરવાને દંડનીય અપરાધ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan