Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજકોટના બેડી નજીક નદીમાં ડૂબતા 4 લોકોના મોત:નાના ભાઈને બચાવવા જતા ભાઈ સહિત ચારેય પાણીમાં ગરકાવ, એક મૃતકનો આજે જ જન્મદિવસ હતો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 16, 2026 👁 6 views
રાજકોટના બેડી નજીક નદીમાં ડૂબતા 4 લોકોના મોત:નાના ભાઈને બચાવવા જતા ભાઈ સહિત ચારેય પાણીમાં ગરકાવ, એક મૃતકનો આજે જ જન્મદિવસ હતો
રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડી વાળા પીરની દરગાહ નજીક નદીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો અને એક યુવાન સહિત કુલ ચાર લોકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં ૫ વર્ષીય બાળક સેફુ ડૂબવા લાગતાં તેને બચાવવા માટે ગયેલા અન્ય ત્રણ લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકોમાં સગા ભાઈઓ સોહન શોરા (10 વર્ષ) અને સેફુ શોરા (5 વર્ષ) ઉપરાંત સાહિલ શોરા (18 વર્ષ) અને અલીફા શોરા (10 વર્ષ)નો સમાવેશ થાય છે. આ કરૂણ ઘટનામાં વધુ એક દુઃખદ બાબત એ સામે આવી છે કે મૃતક બાળકી સોહાનનો આજે જ જન્મદિવસ હતો, જે દિવસે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરીને ડૂબેલા તમામ બાળકો અને યુવાનને ઘૂનામાંથી બહાર કાઢ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan